શ્વેતા તિવારીને છોડો, ‘ક્યોંકિ સાસ ભી…’ની બા ની દીકરી છે એટલી ગ્લેમરસ….50 વર્ષની છે ઉંમર

શ્વેતા તિવારીની જેમ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી એક્ટ્રેસેસ છે જેમણે ઉંમરને સાઇડ પર રાખી પોતાની ફિટનેસ શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા છે. આજે અમે વાત કરી રહ્યા છીએ “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” ના બાની રિયલ પુત્રી રીતુ શિવપુરીની. એક્ટ્રેસ શ્વેતા તિવારીએ જીવનના 44 વર્ષ પૂર્ણ કર્યા છે. તેણે બે દાયકા પહેલા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી. અભિનેત્રીને “કસૌટી જિંદગી કી” નામની સીરિયલથી લોકપ્રિયતા મળી.

આજે તે સોશિયલ મીડિયા સેન્સેશન છે. શ્વેતાની ખાસ વાત એ છે કે આજે પણ તે પોતાની ફિટનેસથી ઉંમરને હરાવે છે. પરંતુ શ્વેતાની સાથે, બીજી ઘણી અભિનેત્રીઓ છે જેમણે મોટી ઉંમરે પણ પોતાની ફિટનેસથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. આમાં એક નામ અભિનેત્રી રીતુ શિવપુરીનું પણ છે, જેની માતાએ “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” સીરિયલમાં બા ની ભૂમિકા ભજવી હતી.

અભિનેત્રીની માતા સુધા શિવપુરી એક જાણીતી અભિનેત્રી હતી અને આજે પણ તે શો “ક્યુંકી સાસ ભી…” માં બા ની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. તેણીએ કારકિર્દીમાં મેડમ મેમસાબ, સાવન કો આને દો, ઇન્સાફ કા તરાઝુ, વિધાતા અને ધ બર્નિંગ ટ્રેન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રીતુના પિતા ઓમ શિવપુરી પણ બોલિવૂડમાં એક મોટા અભિનેતા રહ્યા છે. તેમણે પોતાની કારકિર્દીમાં ખૂબસુરત, ડોન, મૌસમ, અચાનક અને આંધી સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમનું 15 ઓક્ટોબર 1990 ના રોજ 52 વર્ષની વયે અવસાન થયું હતું.

રીતુ શિવપુરીની વાત કરીએ તો, તેણે બોલિવૂડ ફિલ્મો કરી છે. જેમાં આંખેં, આર યા પાર, ભાઈ ભાઈ, શક્તિ દા પાવર, હદ કર દી આપને, એલાન અને લજ્જા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત, તે નજર, વિશ અને ક્લાસ જેવી સીરીઝનો પણ ભાગ રહી છે. અભિનેત્રી 50 વર્ષની છે પરંતુ તેમ છતાં તેની ફિટનેસ અને દેખાવથી તે શ્રેષ્ઠ અભિનેત્રીઓને પણ પાછળ છોડી દેતી હોય તેવું લાગે છે. તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે અને તેના ચાહકોને તેના અંગત જીવન વિશે અપડેટ કરતી રહે છે.

પરંતુ તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. શો “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” વિશે વાત કરીએ તો, આ શો 2008 માં બંધ થઈ ગયો હતો. પરંતુ આ સમયે તે સમાચારમાં છે કારણ કે તે પાછો ફરવા જઈ રહ્યો છે. આ શોને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને હવે જ્યારે સ્મૃતિ ઈરાનીનો આ શો ફરીથી આવી રહ્યો છે, ત્યારે દરેક તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!