‘બેબી જ્હોન’ ફેમ સાઉથની લોકપ્રિય અભિનેત્રી કીર્તિ સુરેશે તેના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન એન્ટની થાટીલ સાથે લગ્નને તાંતણે બંધાઈ ગઈ છે. અભિનેત્રી કીર્તિ સુરેશે 12 ડિસેમ્બરે ગોવામાં બોયફ્રેન્ડ એન્ટોની થટીલ સાથે પહેલા હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. અને હવે ત્રણ દિવસ બાદ આ કપલે ક્રિશ્ચિયન રિવાજ મુજબ લગ્ન કર્યા છે. ખ્રિસ્તી વિધિ પ્રમાણે લગ્ન થયાં બાદ કીર્તિ સુરેશ અને એન્ટની થાટીલે વેડિંગને યાદગાર બનાવવા માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં કપલ એક રોમેન્ટિક કિસ કરતું જોવા મળ્યું હતું.
કપલે કરાવ્યું ખાસ ફોટોશૂટ
કીર્તિ સુરેશ અને એન્ટનીએ એક સ્પેશિયલ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં બન્નેએ કિસ કરતો, કીર્તિ તેના પિતા સાથે ઊભેલી, એન્ટી કારમાં બેઠેલો, ચર્ચમાં કપલનો હાથ ઊંચો કરતા ફોટા પડાવ્યાં હતા. કીર્તિનો સફેદ ગાઉન પણ ઉડીને આંખે વળગે તેવો હતો. સફેદ ગાઉનમાં કીર્તિ પરી જેવી સુંદર લાગતી હતી. કીર્તિ સુરેશે બોયફ્રેન્ડ અને બિઝનેસમેન એન્ટની થટીલ સાથે 12 ડિસેમ્બરના રોજ પરંપરાગત તમિલ રિવાજોથી લગ્ન કર્યા હતા.
બોલીવુડમાં ક્યારે આવી કીર્તિ
કીર્તિ સુરેશ વરુણ ધવન સાથે 25મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી બોલિવૂડ ફિલ્મ ‘બેબી જ્હોન’માં જોવા મળશે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કર્યા બાદ રાશિ ખન્ના, મૌની રોય, હંસિકા મોટવાણી સહિત ઘણા સ્ટાર્સે તેને અભિનંદન પાઠવ્યા છે.
કોણ છે એન્ટની થાટીલ જેને કીર્તિ છેલ્લા 15 વર્ષથી ડેટ કરી રહી હતી
એન્ટની થટિલ એક બિઝનેસમેન છે. કેરળના કોચી અને દુબઈમાં તેમનો કારોબાર ચાલી રહ્યો છે. તેમની માલિકીના અનેક રિસોર્ટ પણ છે. સૌથી મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયાની આજની દુનિયાથી તેઓ દૂર રહેવાનું પસંદ કરે છે. કીર્તિ સુરેશે થોડા દિવસો પહેલા એન્ટની સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. તે છેલ્લા 15 વર્ષથી એન્ટોની થટિલને ડેટ કરી રહી હતી.
View this post on Instagram