KBC: 24 વર્ષમાં પહેલીવાર થયુ આવું, કંટેસ્ટેંટે અધવચ્ચે છોડ્યો શો..કારણ જાણી અમિતાભ બચ્ચન પણ હેરાન

‘કૌન બનેગા કરોડપતિ’ વર્ષ 2000થી જ ચાહકોનો ફેવરેટ છે. લોકો પોતાની જાણકારીના આધારે ક્વિઝ શોમાંથી ઘણા પૈસા લઈ ગયા છે. કેટલાક કરોડપતિ બન્યા, જ્યારે કેટલાક લખપતિ. પરંતુ સીઝન 16માં કંઈક એવું બન્યું છે જે છેલ્લા 24 વર્ષમાં ક્યારેય નથી બન્યું. અન્ય સ્પર્ધકોને તક આપવા માટે કોલકાતાથી આવેલા ડૉ.નીરજ સક્સેનાએ પોતાની રમત અધવચ્ચે જ છોડી દીધી. તેમણે અમિતાભ બચ્ચને ગેમ ક્વિટ કરવા વિનંતી કરી.

સ્પર્ધકની આ વાત સાંભળીને ત્યાં હાજર પ્રેક્ષકો પણ સ્તબ્ધ થઈ ગયા. તેમની સિદ્ધિઓ સાંભળીને બિગ બી પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું કે તેઓએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાથે કામ કર્યું છે. અબ્દુલ કલામ તેમના બોસ રહી ચૂક્યા છે. તેમણે તેમની સાથે ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. આ શોમાં નીરજ સક્સેના ખૂબ જ સારું રમી રહ્યા હતા. તેમણે 6,40,000 રૂપિયાની રકમ પણ જીતી લીધી હતી પરંતુ તે દરમિયાન તેમણે ચોંકાવનારો નિર્ણય લીધો.

નીરજે બિગ બીને અધવચ્ચે જ શો છોડવાના નિર્ણય વિશે જણાવ્યું. તેઓએ આવું એટલા માટે કર્યુ કારણ કે ગેમ શોમાં આવનાર અન્ય સ્પર્ધકોને એકવાર રમવાનો મોકો મળે. નીરજ સક્સેનાએ કહ્યું, ‘સર, મારી એક વિનંતી છે, હું આ સીટ છોડવા માંગુ છું. હું ઈચ્છું છું કે બાકીના સ્પર્ધકોને તક મળે. અહીં દરેક વ્યક્તિ આપણા કરતાં નાની છે, જે કંઈ પ્રાપ્ત થયું છે તે પૂરતું છે. સ્પર્ધકની આ વાત સાંભળીને હોસ્ટ અમિતાભ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા.

બિગ બીએ કહ્યું, ‘સર, આ ઉદાહરણ અમે પહેલાં ક્યારેય જોયું નથી. આ તમારી મહાનતા અને વિશાળ હૃદય છે અને અમે આજે તમારી પાસેથી ઘણું શીખ્યા છીએ. અમે અમારી જનતાને જણાવવા માંગીએ છીએ કે 20 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી આ સમગ્ર રમતમાં આવું પહેલીવાર બન્યું છે. નીરજના આ સ્વભાવને જોઈને કોઈ પણ સ્પર્ધકે રમત છોડી નથી, ત્યાં હાજર દર્શકોએ પણ તેના કામની ખૂબ પ્રશંસા કરી.

Shah Jina