બ્રાલેટ અને ચેક્ડ સ્કર્ટમાં કરીના કપૂરે બતાવી મનમોહક અદાઓ, યુઝર બોલ્યા- હલકટ જવાની…

44 વર્ષની ખૂબસુરત કરીના કપૂર પરિવાર સાથે વેકેશન પર નીકળી, સમુદ્ર કિનારે બિકીની પહેરી ખેંચ્યુ ચાહકોનું ધ્યાન- જુઓ તસવીરો

કરીના કપૂર ખાન હિન્દી સિનેમાની એ એક્ટ્રેસ છે જે પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં કરીના પતિ અને એક્ટર સૈફ અલી ખાન સાથે ગ્રીસ વેકેશન પર છે. આ ફેમિલી ટ્રીપના કરીનાના લેટેસ્ટ ફોટા રોજ સામે આવી રહ્યા છે. બેબોએ પોતાની નવી તસવીરો શેર કરી, જે હોટનેસથી ભરપૂર છે.

આ તસવીરોમાં તે યલો બ્રેલેટ અને લુંગી સ્ટાઇલ ચેક્ડ સ્કર્ટમાં જોવા મળી રહી છે. 44 વર્ષની ઉંમરે પણ કરીના કપૂર પોતાના હોટ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. 17 જુલાઈના રોજ બેબોએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ ફોટા શેર કર્યા, જે ગ્રીસ વેકેશન ટૂરના છે. આ તસવીરોમાં કરીના કપૂર યલો બ્રાલેટ, લુંગી, માથા પર ટોપી અને સનગ્લાસ પહેરેલી જોવા મળી.

બીચ પર કરીનાનો હોટ અવતાર જોઈને બધા ચોંકી ગયા. બે બાળકોની માતા હોવા છતાં કરીનાની બોલ્ડનેસમાં કોઈ ઘટાડો થયો નથી. આ ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું છે – શું ગ્રીસમાં લુંગી ડાન્સ કરવો જોઈએ ? કરીના કપૂરના આ ફોટોઝ દ્વારા તેની વાસ્તવિક જીવનની હોટનેસનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે. ચાહકો તેના આ ફોટાને પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ કરી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યુ- બેબોની હલકટ જવાની. જણાવી દઇએ કે, કરીના કપૂર છેલ્લે સિંઘમ અગેઇનમાં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ દાયરા છે, જેમાં તે સાઉથ સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહ્યા છે, જેમણે રાઝી અને નીરજા જેવી શાનદાર ફિલ્મો બનાવી છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!