સિંઘમની હિરોઈને હેન્ડસમ અને ક્યૂટ લાડલાને બાહોમાં લઇ દુલાર કરતી જોવા મળી
બોલિવૂડ અને સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે 19 જૂનના રોજ પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કાજલ અગ્રવાલ માટે આ જન્મદિવસ ખૂબ જ ખાસ હતો કારણ કે આ જન્મદિવસ પર તેનો પુત્ર તેની સાથે હતો. ત્યારે અભિનેત્રીએ તેના જન્મદિવસના ખાસ અવસર પર તેના પુત્ર નીલ સાથે એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીર દ્વારા કાજલે પુત્ર નીલનો ચહેરો જાહેર કર્યો છે.તસવીરમાં કાજલ નીલને કિસ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ ફોટોમાં કાજલ લાલ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે.
જ્યારે તેનો પુત્ર સફેદ કપડાંમાં જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, “મેં મારા નાના મંચકીન સાથે શ્રેષ્ઠ જન્મદિવસ ઉજવ્યો. આટલા પ્રેમ અને શુભેચ્છાઓ બદલ આભાર.” ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ફાધર્સ ડેના ખાસ અવસર પર કાજલે તેના પુત્રનો પતિ ગૌતમ સાથેનો ફોટો શેર કર્યો હતો. જેના કેપ્શનમાં તેણે લખ્યું, “હેપ્પી ફર્સ્ટ ફાધર્સ ડે. લવ યુ.” જણાવી દઇએ કે, કાજલ અગ્રવાલ અને બિઝનેસમેન ગૌતમ કિચલૂના લગ્ન 30 ઓક્ટોબર 2020ના રોજ થયા હતા.
કપલે 19 એપ્રિલ 2022ના રોજ તેમના પ્રથમ બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતુ. કાજલે સૌથી પહેલા મધર્સ ડેના અવસર પર તેના પુત્ર સાથે એક ફોટો શેર કર્યો હતો. અભિનેત્રીએ તેનો ચહેરો જાહેર કર્યા વિના બાળકને ગળે લગાવેલ ફોટો શેર કર્યો હતો. કાજલ છેલ્લે જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી સાથે ‘મુંબઈ સાગા’માં જોવા મળી હતી.સાઉથથી લઇને બોલિવુડની ફિલ્મોમાં પોતાના અભિનયનો જલવો બરકરાર રાખવાવાળી કાજલ અગ્રવાલ ફિલ્મ સિંઘમમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે અજય દેવગન સાથે કામ કર્યુ હતુ.
આ ફિલ્મથી કાજલને ઘણી ઓળખ મળી હતી.19 જૂન 1985ના રોજ મુંબઈમાં જન્મેલી કાજલે તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. કાજલે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી હતી. આ ફિલ્મમાં તેના કામની પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ તે સાઉથની જેમ બોલિવૂડમાં પોતાનો રોષ ફેલાવવામાં સફળ રહી ન હતી. પંજાબી પરિવારમાં જન્મેલી કાજલ અગ્રવાલે તેના કોલેજના દિવસોથી જ મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું.
આ પછી તેણે 2004માં બોલિવૂડ ફિલ્મ ‘ક્યૂં હો ગયા ના’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મમાં તે ઐશ્વર્યાની મિત્ર બની હતી અને તેનો રોલ ઘણો નાનો હતો. ત્યારબાદ કાજલ સાઉથ ઈન્ડસ્ટ્રી તરફ વળી અને તેણે 2007માં ‘લક્ષ્મી કલ્યાણમ’થી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી અને સાઉથની જાણીતી અભિનેત્રી બની. તેને અસલી ઓળખ 2009માં આવેલી તેલુગુ ફિલ્મ મગધીરાથી મળી હતી.