ગુજરાતી સ્ટાર્સ મલ્હાર ઠાકર-પૂજા જોશી અને આરોહી પટેલ-તત્સત મુનશી બાદ હવે વધુ એક ગુજરાતી સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધાઇ છે. ગુજરાતી સિંગર કૈરવી બૂચે અમદાવાદના MD પલ્મોનોલોજિસ્ટ અને લંગ સ્પેશિયાલિસ્ટ ડો. જયદીપ ચૌહાણ સાથે 14 ડિસેમ્બરના રોજ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ખબર મુજબ, કૈરવી અને જયદીપના લગ્ન રાજકોટની હેરિટેજ હોટલમાં થયા.
ત્યારે લગ્ન બાદ કૈરવીએ ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાંથી એક તસવીરમાં કૈરવી અને જયદીપ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. કૈરવીએ લગ્નમાં રેડ લહેંગો પહેર્યો હતો અને જયદીપ શેરવાનીમાં જોવા મળ્યા હતા. બંને દુલ્હા-દુલ્હનના લુકમાં ક્યુટ અને સુંદર લાગી રહ્યા હતા.એક તસવીરમાં જયદીપ કૈરવીને મંગળસૂત્ર પહેરાવતા જોવા મળે છે. જ્યારે એક તસવીર બંનેના વરમાળા સમય બાદની લાગી રહી છે.
જણાવી દઇએ કે આ તસવીરો શેર કરતા કૈરવીએ લખ્યુ- મેં તને હજારો વર્ષથી પ્રેમ કર્યો છે, હું તને હજી હજારો વર્ષ પ્રેમ કરીશ… ઉલ્લેખનીય છે કે, કૈરવી અમદાવાદમાં રહે છે અને તે સિંગરની સાથે સાથે ડેન્ટિસ્ટ પણ છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, “અમે લગભગ છ મહિના પહેલા સગાઇ કરી હતી, પણ અમે તેને પ્રાઇવેટ રાખવાનું નક્કી કર્યું હતુ.
રાજકોટ જયદિપનું હોમટાઉન એટલે કે વતન છે એટલે અમે અમારા ભવ્ય લગ્ન રાજકોટમાં કરીશું. જયદીપ અને તેનો પરિવાર મારા કરિયરને લઇને ખૂબ જ સપોર્ટિવ છે અને આ એક બ્રાઇડ ટુ બી માટે આશીર્વાદરૂપ છે. લગ્ન બાદ અમદાવાદમાં રિસેપ્શન યોજવાની પણ કૈરવી બુચે વાત કરી.
જયદીપ અને કૈરવી કેવી રીતે મળ્યા તે વિશે વાત કરતાં કૈરવીએ કહ્યુ- “જયદીપ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કામ કરતો હતો, તે પહેલા ત્યાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશનનો પ્રમુખ હતો. મારે ત્યાં એક શો હતો અને તે તેનું આયોજન કરી રહ્યો હતો.આ રીતે અમે પહેલી વાર મળ્યા અને પછી અમે બહાર મળવા લાગ્યા. તે ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છે અને ખૂબ જ સર્જનાત્મક છે.
જયદીપ ખરેખર મહેનતુ છે અને સિંગર તરીકેની મારી કારકિર્દી પર ગર્વ છે. તે ખૂબ જ બુદ્ધિશાળી પણ છે, જે મને તેની તરફ આકર્ષિત કરે છે. મને લાગે છે કે તમારા ભાવિ જીવનસાથી સાથે સારા મિત્રો બનવું મહત્વપૂર્ણ છે. અમારી સફર મિત્રતાથી શરૂ થઈ હતી અને હું ખરેખર આ ભાગીદારીની રાહ જોઈ રહી છું. સૌપ્રથમ લગ્નનો પ્રસ્તાવ કોણે મૂક્યો એ વિશે વાત કરતા કૈરવીએ કહ્યુ કે, અમારા બંનેના આ પ્રશ્નના અલગ-અલગ જવાબો છે.
હું કહીશ કે તેણે કર્યું !પીક વેડિંગ સિઝનને કારણે મારા કેટલાક સંગીતકાર મિત્રો રાજકોટમાં લગ્નમાં હાજરી આપી શકશે નહીં, કારણ કે તેઓ અન્યત્ર પર્ફોર્મન્સ ગોઠવી રહ્યાં છે. એટલે અમે પછીથી અમદાવાદમાં રિસેપ્શનનું આયોજન કરીશું. કૈરવી બુચ અને જયદિપ ચૌહાણના લગ્ન 14 ડિસેમ્બરે રાજકોટમાં લગ્ન થશે. કૈરવીના દુલ્હા એટલે કે જયદીપ ચૌહાણની વાત કરીએ તો તે એક એમડી પલ્મોનોલોજિસ્ટ છે અને લંગ સ્પેશિયલિસ્ટ (MD Pulmonologist | Lung Specialist) પણ છે. આ ઉપરાંત તે JDA President BJMC પણ રહી ચૂક્યા છે. જયદીપનું મૂળ વતન રાજકોટ છે પરંતુ તે હાલમાં અમદાવાદમાં છે.