હોલિકા દહનનું શુભ મુહૂર્ત: આ વર્ષે હોળીના દિવસે ભદ્રા સંયોગ! હોલિકા દહન માટે મળશે બહુ ઓછો સમય, જાણો

ભારતમાં હોળીના પર્વનું વિશેષ મહત્ત્વ રહેલું છે. રંગોના આ તહેવારનો નાના બાળકોથી લઈને યુવાનો તેમજ વડીલો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની પૂનમની તિથિએ હોલીકા દહન કરવામાં આવે છે. આ સાથે હોળીના બીજા દિવસે ધુળેટી મનાવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા પર રંગ ગુલાલ લગાવીને ગળે મળે છે અને હોળીની શુભકામના પાઠવે છે.

 

હોલિકા દહનના શુભ મુહૂર્ત

આ વર્ષે હોલિકા દહન 13 માર્ચ, ગુરુવારે કરવામાં આવશે. આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા 13 માર્ચે સવારે 10.35 વાગ્યે શરૂ થશે અને 14 માર્ચે બપોરે 12.23 વાગ્યે સમાપ્ત થશે. હોલિકા દહનનું શુભ મુહૂર્ત 13 માર્ચે રાત્રે 11:26 વાગ્યે શરૂ થશે અને 14 માર્ચે રાત્રે 12:30 વાગ્યે સમાપ્ત થશે. હોળી હોવાથી દિવસભર ભદ્રાની છાંયા રહેશે. તેથી રાત્રે 11.26 વાગ્યે ભદ્રા સમાપ્ત થયા પછી જ તમે હોલિકા દહન કરી શકશો.

હોલિકા દહન પર ભદ્રાનો છાંયો

હોલિકા દહનના દિવસે ભદ્રાનો છાયો સવારે 10:35 વાગ્યે શરૂ થશે અને તે રાત્રે 11:26 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે, ભદ્રાનો છાયો લગભગ 13 કલાક સુધી રહેશે. પરંતુ જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, હોલિકા દહન માટે ભદ્રાનો નિષેધ ગણતરીમાં લેવામાં આવતો નથી. આ દિવસે સુર્યાસ્ત સાંજે 06:47 કલાકે થાય છે. અને ચોઘડિયું અમૃત છે જે શુભ હોવાથી સંધ્યા કાળે 07:11 કલાક સુધી હોલિકા દહન માટે શુભ સમય છે.

હોલિકા દહનની પૂજન વિધિ

1. હોલિકા દહનના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. ઉપવાસનો સંકલ્પ લીધા પછી હોલિકા દહનની તૈયારી કરો. જ્યાં હોલિકા દહન કરવાનું હોય તે જગ્યાને સાફ કરો.

2. હોલિકા દહન માટેની તમામ સામગ્રી અહીં એકત્રિત કરો. આ પછી, હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ બનાવો અને ભગવાન નરસિંહની પૂજા કરો. શુભ સમયે હોલિકાની પૂજા કરો અને તેમાં અગ્નિ પ્રગટાવો.

3. ત્યારબાદ, પરિવાર સાથે ત્રણ વખત હોલિકાની પ્રદક્ષિણા કરો. આ દરમિયાન, ભગવાન નરસિંહની પ્રાર્થના કરતી વખતે હોલિકાની અગ્નિમાં ઘઉં, ચણાના કાન, જવ, ગાયના છાણ વગેરે નાખો. આ પછી હોલિકાના અગ્નિમાં ગુલાલ અને જળ ચઢાવો.

4. હોલિકાની આગ શમી જાય પછી તેની રાખ ઘરે લઈ જાઓ. તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

5. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો હોલિકાની ભસ્મ દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે. હોલિકા દહનની જ્યોત જોઈને જ ભોજન કરવું.

Twinkle