બોલિવૂડના દબંગ ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનનું બાળ પાત્ર મુન્ની આ દિવસોમાં ચર્ચામાં છે. સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં મુન્નીની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલી હર્ષાલી મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર 5 તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં લોકો તેનો અંદાજ ખૂબ પસંદ કરી રહ્યા છે.
હર્ષાલી મલ્હોત્રાએ તાજેતરમાં જ ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ટીન એજર પહેરી શકે તેવા કપડા બજરંગી ભાઇજાનની મુન્નીએ પહેર્યા હતા. આ આઉટ ફીટમાં તેણે ગ્રીન કલરનો ટ્યુબ ટોપ અને જીન્સ પહર્યું છે. તો સાથે જ હેર છુટ્ટા અને સુંદર મેકઅપ પણ કર્યો છે. મુન્ની હાલ તેના ફોટાશૂટ, પ્રોજેક્ટ અને ભણતર સાથે વ્યસ્ત દેખાઇ રહી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. જેના પર યુઝર્સ લાઇક અને કમેન્ટ કરી રહ્યા છે.
તસવીરોમાં હર્ષાલી વાદળી જીન્સ અને લીલા ટોપમાં જોઈ શકાય છે. તે ખુરશી પર બેઠી છે અને સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપી રહી છે.16 વર્ષની હર્ષાલી મલ્હોત્રા હવે ઘણી મોટી થઈ ગઈ છે. આ ફોટોજમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.હર્ષાલીની તસવીરો જોઈને એક ઈન્ટરનેટ યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, “મુન્ની જવાન થઈ ગઈ.”
જણાવી દઈએ કે હર્ષાલી મલ્હોત્રાએ 2015 માં સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ થી બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં, તેણીએ શાહિદાની ભૂમિકા ભજવી હતી, વધુમાં હર્ષાલીએ ‘કબુલ હૈ’, ‘લૌટ આઓ ત્રિશા’ અને ‘સાવધાન ઈન્ડિયા’ જેવી ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. તેમની આગામી ફિલ્મ ‘નાસ્તિક’ છે જે હાલમાં નિર્માણ તબક્કામાં છે.