જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર કરવાના એક ચોક્કસ સમય વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. ગ્રહોના ગોચરથી વિવિધ યોગનું નિર્માણ થતું હોય છે જેને કારણે તમામ રાશિના જાતકો પર તેની સારી નરસી અસર જોવા મળે છે. આ દરમિયાન 14 મે 2025ના રોજ દેવગુરુ ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે તે એક વર્ષ સુધી મિથુન રાશિમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને જ્ઞાન, ધર્મ, શિક્ષણ, સુખ અને સૌભાગ્યનો કારક માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ શુભ હોય છે, તેઓ ખૂબ જ ભાગ્યશાળી અને જ્ઞાની હોય છે. ગુરુ વ્યક્તિના જીવનમાં વૈવાહિક સુખ અને આર્થિક સમૃદ્ધિ પણ લાવે છે
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. ગુરુના ગોચરથી તેમનો આત્મવિશ્વાસ વધી શકે છે. અપરીણીત લોકો માટે લગ્નના યોગ બનશે. તેમને નવી નોકરી કે કારકિર્દીમાં આગળ વધવાની તક પણ મળી શકે છે. જીવનમાં ખુશહાલી અને ઉન્નતિના દ્વાર ખુલશે નવા શિખરસર કરશો.
વૃષભ રાશિ
ગુરુનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે શુભ ફળ આપનાર સાબિત થશે. આ સમય દરમિયાન આવકમાં વધારો થઈ શકે છે. જૂના રોકાણમાંથી નફો મળવાની શક્યતા છે. આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ તરફ વૃદ્ધિ થશે. નવા વેપાર કે રોકાણ માટે પણ યોગ્ય સમય છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે ગુરુનું ગોચર લાભદાયી નીવડશે. કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળવાની શક્યતા છે. જવાબદારીઓ વધશે અને સાથે માન-સન્માન પણ મળશે. સરકારી લાભ મળવા માટે પણ આ યોગ્ય સમય છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ રહેશે અને લોકો તરફથી સરાહના પણ મળશે.
આ રાશિઓએ રાખવી પડશે સાવધાની
કર્ક, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે ગુરુનું આક્રમક ગતિશીલ ગોચર થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે. આર્થિક નુકસાન, તણાવ, બગડતું સ્વાસ્થ્ય અને કાર્યક્ષેત્રમાં અવરોધો આવી શકે છે. આવક કરતાં ખર્ચ વધુ રહેશે. શત્રુઓ મુશ્કેલી ઊભી કરી શકે છે. સાવધાની રાખવી જરૂરી છે.
અન્ય રાશિઓ માટે પરિણામો સામાન્ય
અન્ય રાશિઓ જેવી કે મેષ, ધન, તુલા, કુંભ વગેરે માટે ગુરુનું ગોચર મિશ્ર પરિણામો આપશે. કેટલીક બાબતોમાં લાભ થશે, તો કેટલીક જગ્યાએ અવરોધો પણ આવી શકે છે. નિયમિત શાંતિપાઠ, દાન અને ગુરુ ગ્રહ માટેના ઉપાયો કરવા જીવનમાં સંતુલન લાવી શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)