એપ્રિલ મહિનામાં બૃહસ્પતિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, બેન્ક બેલેન્સ ઝડપથી વધશે…થશે બંપર લાભ!

ગણતરીના દિવસોમાં ગુરુ નક્ષત્ર પરિવર્તન કરશે. બૃહસ્પતિ આ વખતે મંગળના નક્ષત્ર મૃગશિરામાં પ્રવેશ કરશે. હાલમાં ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે. ગુરુનું આ ગોચર કઈ રાશિઓને શુભ ફળ આપશે ચાલો જાણીએ.

વૈદિક કેલેન્ડર મુજબ, અત્યારે બૃહસ્પતિ ગુરુ રોહિણી નક્ષત્રમાં બિરાજમાન છે. પરંતુ ગુરુવાર, 10 એપ્રિલ 2025 થી ગુરુ નક્ષત્ર બદલશે. 10 એપ્રિલે સાંજે 7.51 મિનિટે ગુરુ મૃગશીરા નક્ષત્રમાં ગોચર કરશે. જ્યાં તે 16 જૂન સુધી રહેશે. તેને આકાશના 27 નક્ષત્રોમાંથી પાંચમું નક્ષત્ર માનવામાં આવે છે. તેને મૃગશીર્ષ નક્ષત્ર પણ કહેવામાં આવે છે. જેનો અર્થ હરણનું માથું થાય છે. આ નક્ષત્રનો સ્વામી ગ્રહ મંગળ છે. અને રાશિચક્ર વૃષભ અને મિથુન બંને છે. મંગળના નક્ષત્રમાં ગુરુના પ્રવેશથી ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.

વૃષભ રાશિ

ગુરુનું ગોચર વૃષભ રાશિ માટે શુભ છે. દરેક ક્ષેત્રમાં આવતી સમસ્યાઓ દૂર થશે અને જે પરેશાનીઓ હતી તેનું પણ સમાધાન આવશે. કરિયરમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જશે. નોકરીમાં પદ વધી શકે છે. ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. પિતા સાથે વાદવિવાદ દૂર થશે. સિંગલ લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો પર ગુરુદેવની કૃપા રહેશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ અને બોસ સાથે ચાલતી સમસ્યાઓ દૂર થશે. કામમાં મન લાગશે. પગારમાં વધારો થઈ શકે છે. માનસિક ચિંતા ઓછી થશે. વેપારમાં નફો વધશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે.

મકર રાશિ

મકર રાશિના જાતકો પર પણ ગુરુની કૃપા થશે. ભૌતિક સુખ વધશે. આ સમય દરમિયાન સંપત્તિની ખરીદી થઈ શકે છે. વેપારીઓને નફો થશે. લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. કપલ વચ્ચે ચાલતી સમસ્યાઓ દૂર થશે અને સંબંધોમાં પ્રેમ વધશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle