3000 ફીટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું પ્લેન, અચાનક થયો ઝઘડો, મારપીટનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

એવું તો શું થયું કે 3000 ફીટની ઊંચાઈએ ઊડી રહેલા પ્લેનમાં અચાનક શરૂ થઈ મારપીટ, વિડીયો થયો વાયરલ

નાની નાની વાતોમાં તકરાર થવી સામાન્ય વાત છે.પરંતુ આ નાના ઝઘડા ઘણીવાર ઉગ્ર સ્વરૂપ પણ લઈ લેતા હોય છે..આવું જ કઈક બન્યું 3000 ફીટની ઊંચાઈએ ઊડી રહેલ મેલબોર્નથી બાલી જતી જેટસ્ટારની ફ્લાઇટમાં, જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા.બે મુસાફરો વચ્ચે ઝઘડો થયો અને આ લડાઈ ધીમે ધીમે મારામારીમાં ફેરવાઈ ગઈ. આ જોઈને બીજા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા. બે મુસાફરો વચ્ચેના ઝઘડાનું કારણ સીટ હતી, સીટ પાછળની તરફ કરી બેસવાનાના કારણે વિવાદ શરૂ થયો હતો.

એક મુસાફર પોતાની સીટ ઢાળીને બેસ્યો હતો જેના કારણે બીજા મુસાફરને તકલીફ પડી રહી હતી. આ મામલો એટલો વધી ગયો કે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ અને ધીરે ધીરે તકરાર એટલી વધી ગઈ કે એક મુસાફરે ગુસ્સે થઈ સામે બેઠેલા વ્યક્તિને મારવાનો પ્રયાસ કર્યો અને અપશબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જો કે, તે કંઈ કરે તે પહેલાં પાછળ બેઠેલા બીજા મુસાફરે તેને રોક્યો. ગુસ્સાથી ભરાયેલા બંને મુસાફરોએ એકબીજાને ગાળો આપવાનું ચાલુ રાખ્યું હતું. આ ઝઘડો એટલો વધી ગયો કે નજીકના મુસાફરો ડરી ગયા તો બીજા લોકો આખી ઘટના શાંતિથી જોઈ રહ્યા હતા.આખરે, ફ્લાઇટ ક્રૂએ બંને મુસાફરોને સમજાવી પરિસ્થિતિને શાંત કરી.

જોકે,આ આખી ઘટના મુસાફરો માટે ખૂબ જ આઘાતજનક હતી.આ અંગે જેટસ્ટાર એરવેઝે એક નિવેદન બહાર પાડ્યું છે. એરલાઇને કહ્યું કે તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને તેમની એરલાઇનમાં કોઈપણ પ્રકારના ગેરવર્તણૂક અથવા અભદ્ર વર્તન માટે કોઈ સ્થાન નથી.તેમના ક્રૂ સભ્યોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે અને તેમને ગર્વ છે કે તેમણે આ ઘટનાને સંભાળી.આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે,આ અંગે ઘણા યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે,

 

View this post on Instagram

 

A post shared by Dog Witch (@witchtrain)

Previous Article

આ ભારતીય ક્રિકેટરે તોડી ધર્મની બેડીઓ...6 વર્ષ મોટી મુસ્લિમ યુવતિ સાથે કર્યા લગ્ન- જાણો લવ સ્ટોરી

Next Article

સુખી સમૃદ્ધ અમેરિકામાં ભારતીય મહિલા સાથે ગેરવર્તન, કપડાં ઉતારી પુરુષ અધિકારીએ કરી તપાસ, 8 કલાક સુધી ટોઇલેટ પણ ન જવા દેવામાં આવી

error: Protected Content!