ફેક્ટ ચેક: શું ગૌતમ અદાણીની અમેરિકા પોલિસે કરી ધરપકડ ? વાયરલ થયો ફોટો- જાણો હકિકત

ગૌતમ અદાણી લાંચ કૌભાંડમાં ફસાયેલા છે, અમેરિકામાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર 2200 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસ અનુસાર, અદાણીએ ભારતીય અધિકારીઓને ભારતમાં સૌર ઊર્જા સંબંધિત કોન્ટ્રેક્ટ મેળવવા માટે  $265 મિલિયન એટલે કે લગભગ રૂ. 2200 કરોડની લાંચ ચૂકવી અથવા તો આપવાની યોજના બનાવી હતી.

જો કે આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં ગૌતમ અદાણી અમેરિકન પોલીસની કસ્ટડીમાં જોવા મળે છે. આ ફોટો X પર ઘણા વેરિફાઈડ અને નોન-વેરિફાઈડ યુઝર્સે શેર કર્યો છે. એક યુઝરે ફોટો શેર કરી લખ્યું- બિગ બ્રેકિંગઃ યુએસ ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે અને બંનેને ન્યૂયોર્કમાં ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

જો કે અદાણીનો ફોટો વાયરલ થતા તેની સત્યતા ચકાસવા રિવર્સ સર્ચ કરવામાં આવ્યુ અને આવો ફોટો કોઈપણ મીડિયા રિપોર્ટ અથવા અધિકૃત પ્લેટફોર્મમાં મળ્યો નથી. આ ફોટો સંપૂર્ણપણે AIની મદદથી બનાવવામાં આવ્યો છે. AI ઇમેજ ડિટેક્ટર ટૂલે આ ફોટોને 99% AI જનરેટેડ જાહેર કર્યો છે. એટલે કે ગૌતમ અદાણીની ધરપકડ થઇ નથી.

Shah Jina