BREAKING NEWS ! મશહૂર ફિલ્મમેકરનું નિધન, અનુપમ ખેર બોલ્યા- એ યારોનો યાર હતો…

ફિલ્મ મેકર પ્રીતિશ નંદીનું નિધન, બનાવી હતી ચમેલી અને પ્યાર કે સાઇડ ઇફેક્ટ જેવી ફિલ્મો

મશહૂર ફિલ્મ નિર્માતા, કવિ અને લેખક પ્રીતિશ નંદીનું નિધન થયું છે. તેમણે 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ નિર્માતાના નિધનની માહિતી તેમના પુત્ર કુશન નંદીએ આપી હતી. અભિનેતા અનુપમ ખેરે ફિલ્મ નિર્માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રીતિશ નંદીને યાદ કરતા અનુપમ ખેરે x પર લખ્યું, મારા નજીકના મિત્રોમાંના એક પ્રીતિશ નંદીના નિધન વિશે જાણીને ખૂબ દુઃખ અને આઘાત લાગ્યો. તેઓ એક અદ્ભુત કવિ, લેખક, ફિલ્મ નિર્માતા અને એક બહાદુર અને અદ્વિતિય સંપાદક/પત્રકાર હતા.

મુંબઈમાં મારા શરૂઆતના દિવસોમાં તે મારા સપોર્ટ સિસ્ટમ અને શક્તિનો મોટો સ્ત્રોત હતા. અમે ઘણી બધી વસ્તુઓ શેર કરી છે. હું જેટલા લોકોને મળ્યો છું તેમાંના તે સૌથી નીડર લોકોમાંના એક હતા. મેં તેની પાસેથી ઘણું શીખ્યું. છેલ્લા કેટલાક વર્ષોથી અમે વારંવાર મળ્યા નથી, પણ એક સમય હતો જ્યારે અમે એકબીજાની ખૂબ નજીક હતા. હું ક્યારેય નહિ ભૂલુ જ્યારે તેમણે મને ફિલ્મફેર અને વધુ મહત્ત્વપૂર્ણ ધ ઇલસ્ટ્રેટેડ વીકલીના કવર પર રાખી મને આશ્ચર્યચકિત કરી દીધો હતો. તે યારોના યારની સાચી પરિભાષા હતા.

હું તમને અને તમારી સાથે વીતાવેલા પળોને યાદ કરીશ મિત્ર. જણાવી દઇએ કે, પ્રીતિશ નંદીએ રાજ્યસભામાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ શિવસેનાની ટિકિટ પર ચૂંટાયા હતા. તેઓ છ વર્ષ સુધી સંસદના સભ્ય રહ્યા અને સ્વતંત્રતાના 50 વર્ષ પૂરા થવા પર જશ્ન મનાવવા માટે રાષ્ટ્રીય સમિતિ, સંરક્ષણ માટેની સંસદીય સમિતિ, સંદેશાવ્યવહાર માટેની સંસદીય સમિતિ, વિદેશ બાબતોની સંસદીય સમિતિ સહિત અનેક સમિતિઓના સભ્યમાં સામેલ હતા.

નંદીએ સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સ્થાપિત ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના અપગ્રેડેશન માટેની નિષ્ણાત સમિતિનું નેતૃત્વ કર્યું હતું અને 2011માં માહિતી અને પ્રસારણ મંત્રાલયને નિષ્કર્ષ સોંપ્યા. પ્રીતીશ નંદીએ 1993માં પ્રીતીશ નંદી કોમ્યુનિકેશન્સની સ્થાપના કરી અને બિન-કાર્યકારી અધ્યક્ષ અને ક્રિએટીવ સંરક્ષક બન્યા રહ્યા. તેમની કંપનીનો પહેલો કાર્યક્રમ ‘ધ પ્રીતિશ નંદી શો’ નામનો ચેટ શો હતો જે ભારતના સાર્વજનિક પ્રસારણ ચેનલ દૂરદર્શન પર પ્રસારિત થયો હતો.

આ ભારતીય ટેલિવિઝન પર પ્રસારિત થનાર પહેલો સિગ્નેચર શો હતો. આ પછી ઝી ટીવી પર ફિસ્કલ ફિટનેસ: ધ પ્રીતિશ નંદી બિઝનેસ શો, ભારકનો પહેલો સાપ્તાહિક બિઝનેસ શો પ્રસારિત થયો. તેમણે તેમના ફિલ્મી કારકિર્દીમાં ઘણી યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું, જેના માટે તેમને ઘણા પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા છે. તેમની કંપની પ્રીતિશ નંદી કોમ્યુનિકેશન્સે ભારતમાં મલ્ટિપ્લેક્સ ફિલ્મ શૈલીનો પાયો નાખ્યો હતો.

કુછ ખટ્ટી કુછ મીઠી, ધ મિસ્ટિક મસ્સેર, સુર, કાંટે, ઝંકાર બીટ્સ, મુંબઈ મૈટિની, ચમેલી, પોપકોર્ન ખાઓ ! મસ્ત હો જાઓ, શબ્દ, હઝારો ખ્વાહિશે એસી, એક ખિલાડી એક હસીના, અનકહી, પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ, બો બેરક ફોરએવર, જસ્ટ મેરિડ, અગ્લી ઔર પગલી, મીરાબાઈ નોટ આઉટ, ધીમે ધીમે, રાત ગઈ બાત ગઈ ?, ક્લિક કરે, મોટા ! શાદી કે સાઇડ ઇફેક્ટ્સ, મસ્તીઝાદે જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું.

Shah Jina