પુખ્ત ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત અભિનેત્રી કાઇલી પેજ હવે આ દુનિયામાં નથી. તે 25 જૂનના રોજ લોસ એન્જલસમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે માત્ર 28 વર્ષની હતી. કાઇલી નેટફ્લિક્સના લોકપ્રિય શો ‘હોટ ગર્લ્સ વોન્ટેડ: ટર્ન્ડ ઓન’ માં અભિનય માટે જાણીતી હતી. કાઇલીના મૃત્યુનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે તેણે આટલી નાની ઉંમરે પોતાનો જીવ કેવી રીતે ગુમાવ્યો. કાઇલીના પરિવારે તેના મૃતદેહને કેલિફોર્નિયાથી મિડવેસ્ટ લઈ જવા અને અંતિમ સંસ્કારના ખર્ચ માટે ક્રાઉડફંડિંગનો આશરો લીધો છે. આ માટે એક GoFundMe પેજ બનાવવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે કાઇલી એક પ્રેમાળ પુત્રી, સંભાળ રાખતી બહેન અને વિશ્વાસુ મિત્ર હતી.
View this post on Instagram
પરિવારે લખ્યું- ‘કાઇલી એવી વ્યક્તિ હતી જેણે દરેકને ઘર જેવું અનુભવ કરાવ્યું, પછી ભલે તે કોઈ પણ હોય. અમે તેને ખૂબ વહેલા ગુમાવી દીધી. હવે અમે ફક્ત એટલું જ ઇચ્છીએ છીએ કે તે મિડવેસ્ટમાં ઘરે પરત ફરે, જ્યાં તેના પોતાના લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે. GoFundMe પેજ પર જણાવવામાં આવ્યુ છે કે આ ફક્ત અંતિમ સંસ્કારના ખર્ચ માટે નથી, પરંતુ આ દુઃખદ સમયમાં તેના પરિવારને થોડી રાહત આપવા માટે છે.
View this post on Instagram
‘અમે ઇચ્છીએ છીએ કે તેનો પરિવાર શાંતિથી શોક કરી શકે, તેમને આ સમયે બિલ કે ખર્ચની ચિંતા ન કરવી જોઈએ.’ કાઇલી પેજે તેની કારકિર્દીમાં 200 થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે મોટાભાગે બ્રેઝર જેવા મોટા પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલી હતી. ચાહકોએ તેના અભિનય માટે તેને ખૂબ પ્રેમ કર્યો. બ્રેઝર કંપનીએ પણ કાઇલીને યાદ કરીને સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી.