વેનિટી વેનમાં કપડાં બદલી રહી હતી અભિનેત્રી, અચાનક એક ડિરેક્ટર આવ્યા અંદર…આગળ શું થયું તે જાણો

વેનિટી વાનમાં કપડાં બદલી રહી હતી અભિનેત્રી,પછી બન્યું કઈંક એવું જાણીને તમે પણ ચોંકી જશો,અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો!

સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી શાલિની પાંડે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે.શાલિની પાંડેએ એક ઇન્ટરવ્યુમાં તેને પોતાની કારકિર્દીના શરૂઆતમાં કેવા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો તે વિશે જણાવતા એક એવો ખુલાસો કર્યો જેણે બધાને ચોંકાવી દીધા.

તેણે જણાવ્યું કે એકવાર જ્યારે તે તેની વેનિટી વેનમાં કપડાં બદલી રહી હતી,ત્યારે એક પ્રખ્યાત દિગ્દર્શક પરવાનગી વિના અંદર પ્રવેશ્યા..તેણે કહ્યુ- “મેં તેમને જોયા કે તરત જ હું ગભરાઈ ગઈ અને તરત જ ચીસો પાડવા લાગી.મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી સાથે આવું કંઈક થઈ શકે છે,”

શાલિનીએ જણાવ્યુ કે- તે ફક્ત 22 વર્ષની હતી, અને જ્યારે તેણે આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો ત્યારે ઘણા લોકોએ તેને ચૂપ રહેવાની સલાહ આપી. તેણે કહ્યુ- “મને કહેવામાં આવ્યું હતું કે મારે આટલો ગુસ્સો ન બતાવવો જોઈતો હતો, પણ શું તે યોગ્ય હતું ? શું પરવાનગી વિના છોકરીની વેનિટી વેનમાં પ્રવેશ કરવો યોગ્ય છે? તે ખૂબ જ ખોટું હતું અને મેં તેનો વિરોધ કર્યો,” શાલિનીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેના સમર્થનમાં સામે આવ્યા છે.

Raina