આને કહેવાય 36ના 36 ગુણ મળવા ! એન્ટ્રી સાથે જ દુલ્હા-દુલ્હનમાં થઇ ગયો ડાંસ ફેસ ઓફ, મળી તગડી ટક્કર

બ્રાઈડલ એન્ટ્રીના વીડિયો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતા હોય છે. લગ્નમાં એન્ટ્રીને લઈને લોકો પહેલેથી જ અલગ અલગ આઇડિયા વિચારે છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો અવારનવાર જોવા મળે છે જેમાં દુલ્હન ડાન્સ કરતા એન્ટ્રી લે છે. પરંતુ હાલમાં એક દુલ્હનની એન્ટ્રીનો ખૂબ જ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં, આ વિડિયોમાં દુલ્હન ડાન્સ કરતી એન્ટ્રી કરે છે, પરંતુ તેને કદાચ ખ્યાલ ન હતો કે લગ્ન પહેલા જ તેની વરરાજા સાથે ડાંસમાં ટક્કર થશે. સ્ટેજ પર ચઢતા પહેલા દુલ્હન ડાન્સ કરવા લાગે છે, અને સાથે સાથે દુલ્હો પણ ડાન્સ કરે છે. બંને એક પછી એક અલગ અલગ ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે.

વર-કન્યાનો આ વીડિયો કોઈ ડાન્સ ફેસ-ઓફથી ઓછો નથી. આ ખૂબ જ રસપ્રદ વીડિયો છે. જેમાં વર-કન્યાની સ્ટાઈલ ઘણા લોકોના હૃદય સ્પર્શી રહી છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ anchor_srasti_shukla પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 25 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Srasti Shukla (@anchor_srasti_shukla)

Shah Jina