રજાઓમાં સુરત પોતાના પિતા પાસે આવેલા 14 વર્ષના દીકરાને મળ્યું દર્દનાક મોત ! દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

Death due to head getting stuck in lift : હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને હોસ્ટેલમાં ભણતા બાળકો પોતાના ઘરે આવી રહ્યા છે તો પોતાના માતા પિતા સાથે રહેતા બાળકો પોતાના મામાના ઘરે જતા હોય છે. ત્યારે વેકેશનમાં બાળકો ધમાલ મસ્તી પણ કરતા હોય છે અને ઘણીવાર તેમની સાથે દુર્ઘટના પણ સર્જાતી હોય છે. ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બની જાય છે. હાલ સુરતમાંથી એક એવી જ ઘટના સામે આવી છે, જેને ચકચારી મચાવી દીધી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ભટાર વિસ્તારમાં આવેલ અમરદીપ એપાર્ટમેન્ટમાં એક 14 વર્ષના કિશોરનું માથું લિફ્ટમાં ફસાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણ થતા જ તેના વાલીઓ દોડી આવ્યા હતા અને કિશોરને પોતાના ખભા પર ઊંચકીને હોસ્પિટલ પણ લઇ ગયા હતા, પરંતુ ત્યાં હાજર તબીબે કિશોરને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોત બાદ પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો.

મૃતક બાળક મૂળ ઓફિશના ગંજામનો વતની હતો તેના પિતા હાલ સુરતના વેદ રોડ ખાતે રહેમતનગરમાં રહેતા હતા. પિતા રામચન્દ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચાલવતા હતા. દીકરો રાકેશ શાહુ ધોરણ 7માં અભ્યાસ કરતો હતો અને વેકેશનના કારણે સુરત પોતાના પિતાના ઘરે આવ્યો હતો.  જેના બાદ બે દિવસ પહેલા જ રાકેશ ભટારમાં આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા તેના કી સંબંધીના ઘરે આવ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ ગુરુવારની સાંજે તે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં 7માં મળે જઈ રહ્યો હતો એ દરમિયાન જ તેનું માથું લિફ્ટમાં ફસાઈ ગયું હતું. જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે નવી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના વાલીઓ માટે પણ એક લાલબત્તી સમાન બની ગઈ છે.

Niraj Patel