દશેરા પર થયો દીકરીનો જન્મ તો દેવી માંની જેમ સજાવી, વીડિયો આંખોમાં આસુ લાવી દેશે

નવરાત્રી હિંદુઓ માટે ભારતમાં એક મુખ્ય તહેવાર છે, જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે એક પરિવાર માટે આ તહેવાર વધુ ખાસ બની ગયો કારણ કે તેમના ત્યાં વિજયાદશમીના દિવસે પુત્રીનો જન્મ થયો.

આ ખાસ અવસર પર ડોક્ટરે નવજાત બાળકીને ‘મા અંબે’ની જેમ શણગારી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ નવજાત બાળકીના માથા પર એક નાનો મુગટ પણ જોવા મળી રહ્યો છે. પરિવારે જેવી જ આ નાની બાળકીને જોઇ કે તેમના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. તેઓએ તેના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ પણ લીધા. આ વીડિયો પર ઘણા લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

જો કે કેટલાક ડોક્ટરની વિચારશીલ કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી કે બાળક આવા કપડાંમાં સુરક્ષિત રહેશે કે કેમ. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, જુઓ, કેવી રીતે વિજયાદશમી પર જન્મેલી બાળકીનું સ્વાગત કરવામાં આવ્યું છે. મહિલા ડૉક્ટરે તેને મા અંબેની જેમ શણગારી. આજે મેં જે સૌથી પ્રેમાળ દ્રશ્ય જોયુ.

Shah Jina