IPLની સૌથી હોટ અને ગ્લેમરસ ચીયરલીડર, દરેક મેચમાં કેટલા મળે છે રૂપિયા, અમ્પાયર કરતા વધુ કે ઓછા? જાણો
હાલમાં IPL-2025ની સિઝન ચાલી રહી છે અને ક્રિકેટ વર્લ્ડમાં અલગ અલગ રેકોર્ડ બનતાં હોય છે. આઇપીએલમાં રોમાંચક મેચો સાથે ચીયરલીડર ચાહકોનું મનોરંજન પણ કરે છે. દરેક સિઝનમાં ફ્રેન્ચાઇઝી તેમની ટીમોમાં એકથી ચઢીયાતી એક સુંદર ચીયરલીડર્સ ઉમેરે છે.જેની સુંદરતા અને હોટનેસની ચર્ચા દરેક જગ્યાએ થાય છે.
અહી આપણે સનરાઇઝર્સ હૈદરાબાદની સુંદર ચીયરલીડર મોલી વિશે વાત કરી રહ્યા છીએ, જે IPL 2025 માં ઘણી મેચો દરમિયાન આકર્ષણનું કેન્દ્ર રહી છે. તેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે. આ ચીયરલીડર કાવ્યા મારન સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ સાથે સંકળાયેલી છે. આ પહેલા તે ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી માટે પણ કામ કરી ચૂકી છે. તેઓ એક સિઝનના લાખો રૂપિયા વસુલે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે મોલી ચીયરલીડર તરીકે IPLનો ભાગ બની છે, પરંતુ તે લાંબા સમયથી IPLમાં ચીયરલીડર રહી છે.મોલી તેની હોટનેસ અને મોહક શૈલીથી ચાહકોનું મનોરંજન કરતી જોવા મળી છે. ઘણીવાર મેચો દરમિયાન મોલી તેની સુંદરતા અને ગ્લેમરસ શૈલીથી દર્શકોનું ધ્યાન આકર્ષિત કરે છે.મોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે પોતાની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. મોલીને ભારતીય સંસ્કૃતિ ખૂબ ગમે છે.આ વાત અમારા દ્વારા નહીં, પરંતુ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.
તેણીએ સાડી પહેરેલા ઘણા ફોટા પોસ્ટ કર્યા છે, જે દર્શાવે છે કે મોલીને ભારતીય પોશાક પણ ખૂબ ગમે છે.મોલીએ સૌથી સફળ આઇપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ કામ કર્યું છે.આઇપીએલ ઉપરાંત મોલી વિશ્વભરની વિવિધ રમતગમત ઇવેન્ટમાં ચીયરલીડર તરીકે કામ કરે છે.જો તેની કમાણી વિશે વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર, સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ તેના ચીયરલીડર્સને દરેક મેચ માટે 14 થી 16 હજાર રૂપિયા ચૂકવે છે. એટલે કે જો ટીમ પ્લેઓફમાં ન પહોંચે તો પણ ચીયરલીડર મોલી IPL 2025માં 2 લાખ રૂપિયાથી વધુ કમાણી કરશે. મોલી ઈસ્ટ યોર્કશાયર, ઈંગ્લેન્ડની છે. તે એક પ્રોફેશનલ ડાંસર છે. તે દરરોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મુજબ મોલી 24 વર્ષની છે.