સોશિયલ મીડિયા એટલે આજકાલ એટલો બધો ટ્રેન્ડ વધી ગયો છે કે ફેમસ થવા માટે કોઈ કઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. આપણે રોજબરોજના વીડીયો જોતાં હોઈએ છીએ જેમાં ધણા વીડીયો તો એવા હોય છે કે આપણને જોઈને નવાઈ લાગે, તો કોઈ જોઈને આપણે હસું રોકી ના શકીએ..આજ કાળ લોકો ખાવા પીવાના પણ ખૂબ જ શોખીન હોય છે. અવનવી વેરાયટી બનાવતા હોય છે ત્યારે હાલ માર્કેટમાં નવા પ્રકારના ભજીયા આવ્યા છે. જેને જોઈને તમારા મોઢેથી નીકળશે કે, ‘ચપ્પલ ખાશો.’ આ સાંભળીને તમને નવાઈ લાગશે..જી, હા..

હાલમાં જ એક એવો ગજબનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો રસ્તા પર ચંપલ ભજીયા બનાવતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવવામાં આવ્યો છે. લોકો આ વીડિયો જોઈને મજા લઈ રહ્યા છે અને પોતાના મિત્રો ને ટેગ કરીને પૂછે છે – “ચંપલ ખાશો?”
ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ટ્રૂ ફેક્ટ્સ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં રસ્તા પર કેટલાક લોકો ચંપલ ભજીયા બનાવતા દેખાય છે. પકોડી બનાવતા દેખાય છે. ચંપલને તેલમાં ફ્રાય કરતા અને કોલસા પર ગ્રીલ કરતા જોઈ શકાય છે. ભજીયા ખાવા લોકોની ભીડ એકઠી થઈ છે. જો તમે પણ આશ્ચર્યચકિત છો તો વધારે વિચારવાની જરૂર નથી કારણ કે આ વીડિયો ખોટો છે, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવ્યો છે. જ્યારે દુકાનદાર ભજીયાને પલટે છે, ત્યારે તે બ્લર જેવું દેખાય છે, આ જોઈને તમે સમજી જશો કે વીડિયો નકલી છે, આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ઘણા લોકોએ કમેન્ટ કરીને પોતાના રિએક્શન આપી રહ્યા છે.
View this post on Instagram