BREAKING : રાવણ બાદ “રામાયણ”ના વધુ એક ફેમસ અભિનેતાનું થયુ નિધન, શ્રીરામના હતા ખૂબ જ નજીક

હાલમાં જ ટીવીના ફેમસ અને એક દાયકાનો પોપ્યુલર શો રહેલ “રામાયણ”ના રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદીએ આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. તેમના નિધનથી બધા દુખી હતા. ત્યારે હવે રામાયણના વધુ એક અભિનેતાનું નિધન થયુ છે. રામાયણના ફેમસ કેરેક્ટરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. રામાયણમાં ભગવાન રામના બાળપણના મિત્ર નિષાદ રાજનું પાત્ર નિભાવનાર અભિનેતા ચંદ્રકાંત પંડ્યા હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમના નિધનની ખબર મળતા જ રામાયણની સીતા એટલે કે દીપિકા ચિખલિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી ચાહકોને જાણકારી આપી. આ ખબરે બધાને હચમચાવીને રાખી દીધા છે.

દીપિકા ચિખલિયાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર નિષાદ રાજ એટલે કે ચંદ્રકાંત પંડ્યાની તસવીર શેર કરતા તેમના નિધનની જાણકારી આપી છે. આ ખબરથી ચાહકો જ નહિ પરંતુ રામાયણના બધા કેરેક્ટર દુખી છે. તમને જણાવી દઇએ કે, ચંદ્રકાંત પંડ્યાને લોકો પ્રેમથી બબલા નામથી બોલાવતા હતા. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1946ના રોજ ગુજરાતના બનાસકાંઠાના ભિલડી ગામમાં થયો હતો. તેમના પિતા એક બિઝનેસમેન હતા અને બાદમાં તે ગુજરાતથી આવી મુંબઇમાં વસી ગયા હતા.

ચંદ્રકાંત પંડ્યાએ રામાયણ સહિત લગભગ 100થી વધુ હિંદી અને ગુજરાતી ફિલ્મો તેમજ ધારાવાહિકોમાં કામ કર્યુ છે. આ ટીવી શોમાં વિક્રમ વેતાલ, સમ્પૂર્ણ મહાભારત, હોતે હોતે પ્યાર હો ગયા, તેજા, માહિયાર કી ચુડી, સેઠ જગદંશા, પાટલી પરમાર જેવા અનેક સામેલ છે. શોલે ફિલ્મના ગબ્બર અમઝદખાન તેમના ગાઢ મિત્ર હતા. બન્નેએ સાથે કોલેજ કરી હતી. ઘોડે સવારીનો નાનપણથી જ શોખ હતો.તેમને રામાયણ ધારાવાહિકથી ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ચંદ્રકાન્ત પંડ્યાએ જુદા જુદા સાત જેટલા એવોર્ડ પણ મેળવ્યા છે.

Shah Jina