ચંદ્ર ગોચર 2025: મીન રાશિમાં ચંદ્ર ગોચર પછી આ 3 રાશિઓને થશે છપ્પરફાડ ધનલાભ, મળશે ખોવાયેલી કિંમતી વસ્તુ!

7 સપ્ટેમ્બર 2025ના રોજ કુંભ રાશિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થવાનું છે. તેની બીજા જ દિવસે એટલે કે 8 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2:28 કલાકે ચંદ્ર દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રને મન, વિચારો, ભાવનાઓ અને માતા સાથેના સંબંધોનો કારક માનવામાં આવે છે. જ્યારે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે કેટલીક રાશિઓના જીવનમાં અચાનક સકારાત્મક બદલાવ જોવા મળે છે. આ વખતે વૃષભ, તુલા અને મીન રાશિના જાતકોને વિશેષ લાભ થવાનો સંયોગ છે.

વૃષભ: રાશિના જાતકો માટે આ ગોચર ખુબ લાભદાયી સાબિત થશે. માતા પ્રત્યેનો લાગણીસભર સંબંધ વધુ મજબૂત બનશે. ઘરમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. જો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ચાલી રહી હોય તો તેમાંથી પણ રાહત મળશે. જૂની મિલકત કે અચાનક ધનલાભ થવાની શક્યતાઓ છે. વેપારીઓ માટે બિનજરૂરી ખર્ચ ઓછો થઈને બચત વધશે.

તુલા: રાશિના જાતકો માટે આ ગોચર મનને શાંતિ અને સ્થિરતા આપશે. લાંબા સમયથી ચાલતો તણાવ દૂર થશે. લગ્નિત જીવનમાં સુખ વધશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે અને લાંબા અંતરની મુસાફરીના અવસર મળશે. અચાનક કોઈ જૂની કિંમતી વસ્તુ મળી શકે છે, જે હૃદયને આનંદથી ભરશે. વેપાર-વ્યવસાયમાં લાભ અને પ્રગતિના સંકેત છે.

મીન: રાશિના જાતકોને આ ગોચર અત્યંત ફળદાયી સાબિત થશે. ગુમાવેલી વસ્તુ પાછી મળી શકે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ રહેશે કારણ કે એકાગ્રતા અને સમજ શક્તિ વધશે. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થશે. જમીન-મકાન કે રોકાણ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે.

સમગ્ર રીતે જોવામાં આવે તો ચંદ્રનો આ ગોચર વૃષભ, તુલા અને મીન રાશિના જાતકો માટે અતિ શુભ રહેશે. આ ગોચર સુખ-શાંતિ, ધનલાભ અને ગુમાવેલી વસ્તુની પ્રાપ્તિ લાવનાર બનશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

kalpesh
error: Unable To Copy Protected Content!