21 મે 2025 બુધવારની રાત્રે 10:23 વાગ્યે બુધ ગ્રહ સૂર્યના કૃતિકા નક્ષત્રમાં ગોચર કરશે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ અને સૂર્ય મિત્ર ગ્રહો છે. આવી સ્થિતિમાં કૃતિકા નક્ષત્રમાં બુધનું ગોચર કેટલીક રાશિઓ માટે શુભ પરિણામનું કારણ બની શકે છે. સૂર્યના સ્વામિત્વવાળા કૃતિકા નક્ષત્રમાં બુધનો પ્રવેશ ઘણી રાશિઓ માટે શુભ સિદ્ધ થઈ શકે છે, કારણ કે સૂર્ય અને બુધ મિત્ર ગ્રહો છે. તેથી, કૃતિકા નક્ષત્રમાં બુધનો ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ પરિણામદાયક બની શકે છે.
આ ગોચર દરમ્યાન ઘણા જાતકોના જીવનમાં અચાનક ધનની પ્રાપ્તિ, કારકિર્દીમાં સુધારો અને વ્યવસાયમાં લાભ જેવા સંયોગો બની શકે છે. બુધનો આ ગોચર તેમના માટે ખાસ લાભદાયક રહેશે, જે લોકો નવી યોજનાઓ હેઠળ પોતાનું કામ શરૂ કરવા ઇચ્છે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે બુધનું સૂર્યના કૃતિકા નક્ષત્રમાં ગોચર કરવું શુભ પરિણામો આપી શકે છે. અટકેલુ ધન મળી શકે છે અને આર્થિક સ્થિતિમાં મજબૂતી આવી શકે છે. વ્યવસાય કરનાર જાતકો માટે આ સમય ખૂબ સારો રહેશે. વ્યવસાયમાં મોટો નફો થઈ શકે છે. અટકેલા કામો પૂર્ણ થઈ શકે છે. જાતકો પોતાની અંદર નવી ઊર્જા અને ઉત્સાહ અનુભવશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે અને જૂની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.
સિંહ રાશિ
સૂર્યના કૃતિકા નક્ષત્રમાં બુધનો પ્રવેશ સિંહ રાશિના જાતકો માટે લાભકારી બનશે. આવકમાં વધારો થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વ્યવસાયમાં અચાનક લાભની શક્યતા છે. સરકારી કામકાજમાં સફળતા મળી શકે છે. માન-પદવીમાં વધારો થશે. નોકરીની શોધમાં રહેલા લોકો માટે નવી તકો ખુલશે. નવી ગાડી ખરીદવા માટે યોગ્ય સમય છે અને સંપત્તિ મેળવવાની ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યના નક્ષત્રમાં બુધનું ગોચરથી શુભ પરિણામો પ્રાપ્ત થઈ શકશે.અને આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. નોકરી કરનાર લોકો માટે આવકમાં વધારો થશે. પ્રમોશનના નવા અવસર મળી શકે છે. જાતકો પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશે. માનસિક કૌશલ્ય અને નિર્ણયક્ષમતા વધશે. જાતકો યોગ્ય નિર્ણયો લઈ શકશે અને ધન બચાવવા પણ સક્ષમ બનશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)