સુહાગરાત પર દુલ્હાએ કરી દીધી દુલ્હનની હત્યા, પછી લગાવી આપી દીધો જીવ- સવારે રૂમમાં દ્રશ્ય જોઇ ઘરવાળાના ઉડ્યા હોંશ- જાણો આખો મામલો
ઉત્તર પ્રદેશના અયોધ્યાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો, જ્યાં કૈંટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સહાદતગંજ મુરાવન ટોલામાં વરરાજાએ કથિત રીતે તેની કન્યાનું ગળું દબાવીને હત્યા કરી અને પછી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી વિસ્તારના લોકો આઘાતમાં છે. લગ્નના બીજા દિવસે દુલ્હન ખુશી-ખુશી વિદા થઇ સાસરે આવી, શુભ ગીતો ગવાયા, ધાર્મિક વિધિઓ કરવામાં આવી, ઘરે વાનગીઓ તૈયાર કરવામાં આવી, ચારે બાજુ ખુશીનો માહોલ હતો પણ આ પછી સુહાગરાતે કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
સુહાગરાત પછીના દિવસે જ્યારે રિસેપ્શન યોજાવાનું હતું, ત્યારે ઘરમાં શોક છવાઈ ગયો. ખુશી એક ક્ષણમાં જ માતમમાં ફેરવાઇ ગઈ. ચાલો જાણીએ આખો મામલો શું છે…. સુહાગરાત પછી બીજા દિવસે દુલ્હા-દુલ્હન લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન આવ્યા ત્યારે પરિવારના સભ્યોએ તેમને બોલાવ્યા પણ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. આ પછી જ્યારે તેઓએ દરવાજો ખોલ્યો, ત્યારે રૂમમાં ભયાનક દ્રશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, દુલ્હનનો મૃતદેહ એક બાજુ બેડ પર પડ્યો હતો અને દુલ્હો નજીકમાં ફાંસી પર લટકતો હતો. આ પછી પરિવારે પોલીસને જાણ કરી. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યા હતા. રિપોર્ટ અનુસાર બંનેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી ગયો છે, જેનાથી રહસ્ય ખુલ્યું છે કે બંનેનું મૃત્યુ કેવી રીતે થયું ? પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, વરરાજાએ રાત્રે 12 વાગ્યા પછી દુલ્હનનું ગળું દબાવીને હત્યા કરી અને થોડી વાર પછી ફાંસી લગાવીને પોતે આત્મહત્યા કરી લીધી.
જો કે, વરરાજાએ આવું કેમ કર્યું તે હજુ રહસ્ય રહે છે. પોલીસ આ અંગે માહિતી એકત્રિત કરી રહી છે. દુલ્હા-દુલ્હન બંનેના મૃત્યુનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી છે. દુલ્હન શિવાનીનું ગળું દબાવવાથી મૃત્યુ થયું હતું જ્યારે દુલ્હા પ્રદીપનું ફાંસી પર લટકવાથી. પોલીસની શરૂઆતની તપાસમાં એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે રાત્રે પ્રદીપના મોબાઈલ પર કોઈ પ્રકારનો મેસેજ કે ફોટો આવ્યો હશે, જેના પછી મામલો વધુ બગડ્યો હશે.
જોકે, આ માત્ર એક થિયરી છે અને તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પરિવારના સભ્યોના મતે, રૂમનો દરવાજો અંદરથી બંધ હતો, તેથી કોઈ બહારનો વ્યક્તિ અંદર પ્રવેશ કરે તેવી શક્યતા નહોતી. એટલા માટે પોલીસ હાલમાં એવું માની રહી છે કે પ્રદીપે પહેલા શિવાનીનું ગળું દબાવીને હત્યા કરી અને પછી પંખા સાથે લટકીને પોતે આત્મહત્યા કરી. એસએસપીએ શિવાની અને પ્રદીપના માતા-પિતા સાથે અલગ-અલગ વાત કરીને મુદ્દાઓને જોડવાનો પ્રયાસ કર્યો છે.