વિયતનામ એરપોર્ટ પર બે પ્લેન વચ્ચે ટક્કર, માંડ-માંડ બચ્યા યાત્ર, વીડિયો જોઇ ચોંકી ગયા લોકો
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી લોકો હવાઈ મુસાફરીથી ડરી રહ્યા છે. દરેક શહેરમાં એક પછી એક ઇમરજન્સી લેન્ડિંગના સમાચાર બહાર આવતાં સલામતીના ધોરણો પર ચર્ચા વધુ તીવ્ર બની. જો કે તાજેતરમાં જે કિસ્સો સામે આવ્યો છે તેણે સમગ્ર વિશ્વના ઉડ્ડયન ઉદ્યોગને હચમચાવી નાખ્યો. હકીકતમાં રનવે પર એક બોઇંગ જેટ એરબસ વિમાન સાથે અથડાયું, અને એકની પાંખોએ બીજાની પૂંછડીને સલાડની જેમ કાપી નાખી.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, વિયતનામ એરલાઇન્સનું એક જેટ વિમાન હનોઈના નોઇ બાઇ એરપોર્ટ પર તેના જ કાફલાના બીજા વિમાન સાથે અથડાયું. આ ઘટના શુક્રવારે બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી. VnExpress અનુસાર, જ્યારે હો ચી મિન્હ સિટી જતું બોઇંગ 787 વિમાન ટેકઓફ માટે તૈયારી કરી રહ્યું હતું, ત્યારે તે પાર્ક કરેલા એરબસ A321 સાથે અથડાયું, જે ડીએન બિએન જવાની તૈયારી કરી રહ્યું હતું. બોઇંગની અંદરથી રેકોર્ડ કરાયેલી આ પીડાદાયક ઘટનાનો વીડિયો હવે ઇન્ટરનેટ પર ફરતો થઈ રહ્યો છે.

આમાં, વિમાનની જમણી પાંખ એરબસના પૂંછડીના સ્ટેબિલાઇઝરને ફાડી નાખતી જોવા મળે છે, જેનો કાટમાળ આખા ટરમેક પર ફેલાયેલો છે. જો કે, આ દુર્ઘટનામાં કોઈને ઇજા થઈ હોવાના અહેવાલ નથી. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા નેટીઝન્સે બંને વિમાનોના પાઇલટ્સને બેજવાબદાર ગણાવીને તેમની ટીકા કરી. ચાલુ તપાસના ભાગ રૂપે વિયેતનામ એરલાઇન્સે દરેક વિમાનમાંથી બે પાઇલટ્સને સસ્પેન્ડ કર્યા છે.
View this post on Instagram