સોશિયલ મીડિયા સેન્સેશન બિબેક પંગેની કેન્સર સામેની લડાઈ હારી ગયા. તેમનું મૃત્યુ અમેરિકામાં થયું હતું. તેઓ ઘણા સમયથી બ્રેઈન ટ્યુમર જેવી બીમારીથી પીડિત હતા. મળતી માહિતી મુજબ તેમને સ્ટેજ 3 બ્રેઈન કેન્સર હતું.
પંગેનીના નિધનથી સોશિયલ મીડિયા પર શોકની લહેર છે. નેપાળના રહેવાસી પંગેનીએ તેની ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા લાખો ચાહકોના દિલમાં જગ્યા બનાવી હતી.આમાં તેમની પત્ની સૃજના સુવેદીની પણ મોટી ભૂમિકા હતી.
બંને સોશિયલ મીડિયા પર એકસાથે વીડિયો બનાવતા હતા. બિબેક પંગેની જ્યોર્જિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં નેપાળી પીએચડી વિદ્યાર્થી હતા.વાસ્તવમાં, પંગેનીને 2022માં મગજની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. આ પછી તેણે આ ગંભીર બીમારી સામે જોરદાર લડત આપી.
આમાં તેમની પત્ની સૃજના સુવેદીએ પણ તેમનો સાથ આપ્યો હતો. પણ ઈશ્વરના મનમાં કંઈક બીજું હતું.ગઈકાલે એટલે કે 19મી ડિસેમ્બરે પંગેની કેન્સર સામેની લડાઈ હારી ગયા. સોશિયલ મીડિયા પર પંગેનીનું અમેરિકામાં અવસાન સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી બધા માટે એક મોટો આઘાત છે. આ લડાઈમાં તેમની પત્ની ઢાલ બનીને અંત સુધી તેમની સાથે રહી.
View this post on Instagram