દિવાળી પર ‘ભૂલ ભુલૈયા 3’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સિંઘમ અગેઇન જેવી મોટી ફિલ્મ રિલીઝ થઈ હોવા છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી. ફરી એક વાર કાર્તિક આર્યન એક હોરર કોમેડી ફિલ્મથી પોતાનું સ્થાન જમાવવામાં સફળ થયો. ત્યારે ફિલ્મની જોરદાર સફળતા બાદ ‘ભૂલ ભુલૈયા 3’ની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી.
જેમાં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરીથી લઈને માધુરી દીક્ષિત તેમજ ફિલ્મ સાથે જોડાયેલ અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. માધુરી પતિ શ્રીરામ નૈને સાથે જોવા મળી હતી, જ્યારે કાર્તિક આર્યન તેના માતા-પિતા સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. ‘ભૂલ ભુલૈયા 3’ની સક્સેસ પાર્ટીમાં તમામ સ્ટાર્સના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું હતું. ધક ધક ગર્લનો લુક જોઈને તમે અંદાજો નહીં લગાવી શકો કે તે 57 વર્ષની છે.
માધુરીની એન્ટ્રી થતા જ બધા તેની સામે જોતા જ રહી ગયા હતા. તેની સ્ટાઈલને જોઈને કહી શકાય કે તે આ સક્સેસ પાર્ટીની ચમકતી સ્ટાર છે. માધુરી દીક્ષિતના લુકની વાત કરીએ તો તેણે બ્લેક પેન્ટ સાથે સ્ટાઇલિશ ટોપ કેરી કર્યુ હતુ. તેનો પતિ પણ મેચિંગ આઉટફિટમાં જોવા મળ્યો હતો. મોટાભાગના સ્ટાર્સ બ્લેક આઉટફિટમાં સક્સેસ પાર્ટીમાં પહોંચયા હતા.
વિદ્યા બાલનના લુકની વાત કરીએ તો તે પણ સુંદર લુકમાં જોવા મળી હતી. તેણે પેપ્સની સામે ઘણી વાતો પણ કરી અને કાર્તિક આર્યન તેમજ માધુરી સાથે તસવીરો પણ ક્લિક કરાવી. કાર્તિકની કો-સ્ટાર તૃપ્તિ ડિમરી પણ આ પાર્ટીમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. 30 વર્ષિય એક્ટ્રેસની સ્ટાઇલ વિશે તો શું કહેવું ? દર વખતની જેમ આ વખતે પણ તેની ફેશન સેન્સ અદભૂત હતી.