એવું લાગે છે કે ટૂંક સમયમાં સલમાન ખાનના ઘરમાં કિલકારી ગુંજવાની છે. હાલમાં અભિનેતાએ એક ભવ્ય ઈદ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ઘણા મોટા સેલેબ્સ પહોંચ્યા હતા. અભિનેતાનો ભાઈ અરબાઝ ખાન પણ તેની બીજી પત્ની શૂરા ખાન સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. પરંતુ બંનેએ રેડ કાર્પેટ પર સાથે પોઝ આપ્યો ન હતો. આવી સ્થિતિમાં બધા અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ શૂરા પ્રેગ્નેટ છે.
સલમાન ખાને આ ઈદ પાર્ટી મુંબઈમાં રાખી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં અરબાઝ ખાન તેની પત્ની સાથે એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે પરંતુ બંનેએ સાથે પોઝ આપ્યો નહોતો, તેના બદલે અભિનેતાએ શૂરાને અંદર મૂકીને આવ્યા બાદ રેડ કાર્પેટ પર એકલા પોઝ આપ્યો. આવી સ્થિતિમાં, ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શૂરા પ્રેગ્નેટ છે.
આ ઉપરાંત ઈદ પાર્ટીમાં શૂરા શરારા સૂટ સાથે શુઝ પહેરેલી જોવા મળી હતી, જે તેની પ્રેગ્નેંસીનો મોટો સંકેત હતો. જો કે, અત્યાર સુધી આ કપલે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જણાવી દઈએ કે અરબાઝ ખાને વર્ષ 2023માં મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન અર્પિતા ખાનના ઘરે થયા હતા. જેમાં આખો ખાન પરિવાર પહોંચ્યો હતો. આ શૂરાના પહેલા લગ્ન હતા જ્યારે અરબાઝ બીજી વખત દુલ્હો બન્યો હતો.
આ પહેલા અભિનેતાના લગ્ન મલાઈકા અરોરા સાથે થયા હતા. લગ્ન પછી બંને ઘણા વર્ષો સુધી સાથે રહ્યા અને એક પુત્ર અરહાન ખાનના માતા-પિતા બન્યા. પરંતુ થોડા વર્ષો પછી, બંનેના છૂટાછેડા થઈ ગયા અને તેઓ અલગ થઈ ગયા. મલાઈકા સાથે છૂટાછેડા બાદ અભિનેતાએ શૂરા ખાન સાથે લગ્ન કર્યા. આજે આ કપલ સુખી લગ્ન જીવનનો આનંદ માણી રહ્યું છે.
View this post on Instagram