અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની પાર્ટી ગુરુવારે આપવામાં આવી હતી. આ દરમિયાન બોલિવૂડના ઘણા સ્ટાર્સ ત્યાં પહોંચ્યા હતા. જેમાં સલમાન ખાન, જાહ્નવી કપૂર, સાગરિકા ઘાટગે, શાહરૂખ ખાન સહિત અન્ય સામેલ થયા હતા. ત્યારે હાલમાં સગાઇ પાર્ટીની ના જોઇ હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ગુરુવારે રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે.
બંનેની રોકા સેરેમની રાજસ્થાન સ્થિત નાથદ્વારા મંદિરમાં થઇ હતી. આ કાર્યક્રમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ પછી અંબાણી હાઉસ એન્ટીલિયામાં સગાઇની ગ્રેન્ડ પાર્ટી યોજવામાં આવી હતી. રોકા સેરેમની બાદ જ્યારે પરિવાર મુંબઈ પરત ફર્યો ત્યારે અનંત અને રાધિકાનું ફૂલોથી જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના ઘરે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતુ. જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આલિયા ભટ્ટ,
રણબીર કપૂર, જાહ્નવી કપૂર, રણવીર સિંહ, સાગરિકા ઘાટકે સહિત અન્યએ ભાગ લીધો હતો. આ દરમિયાન બધા સ્ટાર્સ ખૂબ જ સુંદર આઉટફિટમાં પહોંચ્યા હતા. ત્યારે હવે સગાઈ પાર્ટીની અંદરની તસવીરો લીક થઈ ગઈ છે. રાધિકા મર્ચન્ટ અને બોલિવુડ સ્ટારકિડ્સના મિત્ર એવા ઓરહાન અવત્રામણીએ અનંત અંબાણીની સગાઈની પાર્ટીમાં હાજરી આપી હતી અને તેણે ઘણી તસવીરો પણ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી હતી.
એક તસવીરમાં તે અનંત અને રાધિકા સાથે જોઈ શકાય છે, જ્યાં અનંતે શેરવાની પહેરી છે, ત્યાં રાધિકા મર્ચન્ટે હાથીદાંતનો લહેંગો પહેર્યો છે. રાધિકાએ આ લુક સાથે વાળ ખુલ્લા રાખ્યા છે અને હીરાનો હાર પહેર્યો છે. આ ઉપરાંત ઓરહાનની એક તસવીરમાં સલમાન ખાન પણ જોવા મળ્યો હતો. સલમાને બ્લુ શર્ટ અને ફોર્મલ ગ્રે પેન્ટ પહેર્યું હતું. એક તસવીરમાં જાહ્નવી કપૂર તેના કથિત એક્સ બોયફ્રેન્ડ શિખર પહારિયા સાથે જોવા મળી હતી.
શિખર પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. આ પાર્ટીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જોવા મળ્યા હતા. આ સિવાય રણવીર સિંહ પણ ડેશિંગ લુકમાં દમદાર એન્ટ્રી લેતો જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, આ દિવસોમાં બી-ટાઉનના સ્ટાર કિડ્સ વચ્ચે એક નામ ઘણું સાંભળવામાં આવી રહ્યું છે અને તે છે ઓરહાન અવત્રામણીનું. જેને દરેક પ્રેમથી ઓરી કહે છે. જાહ્નવી કપૂરથી લઈને અજય દેવગનની લાડલી ન્યાસા સુધી મોટાભાગના સ્ટારકિડ્સ ઓરીના ઘણા સારા મિત્ર છે.
નવાઈની વાત એ છે કે જો ઓરીને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવે તો પેપરાજી પણ અન્ય સેલેબ્સની જેમ તેની તસવીરો લેવાનું શરૂ કરી દે છે. પરંતુ ઘણા લોકોને નહિ ખબૂર હોય કે કોણ છે ઓરી ? તો જણાવીએ કે, ઓરહાન એક સામાજિક કાર્યકર્તા છે જેનો ફિલ્મી દુનિયા સાથે કોઈ ખાસ સંબંધ નથી પરંતુ તે એનિમેશનમાં કરિયર બનાવવા માંગે છે. આ સિવાય ઓરી કોલંબિયા યુનિવર્સિટીમાં સારા અલી ખાન સાથે મોટો થઈ છે.
તેથી જ બંને એકબીજાની વધુ નજીક છે. આ જ કારણે ધીમે-ધીમે તેની ઓળખ બી-ટાઉનના સ્ટાર કિડ્સમાં થઈ અને ગત રોજ તે અંબાણી પરિવારની પાર્ટીમાં પણ જોવા મળ્યો. ઓરી બોલિવૂડ સેલેબ્સની ઘણી પાર્ટીઓમાં હાજરી આપે છે. પરંતુ આ સિવાય, તે ગુરુવારે અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં ધૂમ મચાવતો જોવા મળ્યો હતો. ઓરીને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો,
જ્યારે તે સ્પોટ થયો ત્યારે બધા એકવાર વિચારમાં પડી ગયા હતા કે સ્ટારકિડ્સનો મિત્ર ઓરી અહીં કેવી રીતે ? એવું કહેવાય છે કે ઓરી અનંત અને રાધિકાની પણ ખૂબ જ નજીક છે અને આ પાર્ટી માટે બંનેના મિત્રોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમાં ઓરી પણ સામેલ હતો.