છેલ્લા બે-ત્રણ દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા છે. હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેમાં ભારે પવન અને ગાજવીજ સાથે પણ વરસાદની શકયતા વ્યક્ત કરી છે. વરસાદી ટ્રફ રાજ્યમાંથી પસાર થઈ રહી છે, જેના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
તટીય વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર, 13 જુલાઈથી વૈશ્વિક સ્તરે ઉથલપાથલ સર્જાઈ શકે છે. આ સમયગાળામાં હવાઈ અને રેલ દુર્ઘટનાઓ, આતંકી ઘટનાઓ અને આગની ઘટના જેવી શંકાઓ છે. તેમણે એ પણ જણાવ્યું કે 2027થી 2032 વચ્ચે વિશ્વમાં બોમ્બ ધડાકા અને અકસ્માતોની ઘટનાઓમાં વધારો થશે.તે મુજબ, શનિ વક્રી થવાનું અને ગુરુનું અતિકારક સ્થાન પણ આ સમયમાં અસરો વધારતું હોવાનું માનવામાં આવે છે.
9 જુલાઈના રોજ સર્જાતા સૂર્ય-ગુરુ યોગ દેશ માટે સકારાત્મક પરિણામો આપી શકે છે, જેમાં રાજકીય સ્તરે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. જોકે, મંગળ-શનિના સંહારક યોગો આજુબાજુના સમયમાં સંભવિત જોખમો તરફ સંકેત આપે છે. વિશેષ કરીને 8-9 ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો વધુ સાવધાન રહેવાનો સમયગાળો ગણાય છે.