‘કાંટા લગા’ ફેમ એક્ટ્રેસ અને’બિગ બોસ 13′ સ્પર્ધક શેફાલી જરીવાલાનું નિધન થયું છે. એક્ટ્રેસને તાત્કાલિક મુંબઈની બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. એક અહેવાલ અનુસાર અભિનેત્રીને 27મી તારીખે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શેફાલીના અચાનક દુનિયા છોડી દેવાથી ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે, તમામ સેલિબ્રિટીઓ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે, શેફાલી જરીવાલને જયારે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તે પહેલા જ તેનું નિધન થયું હતુ, હૃદયરોગના હુમલાને કારણે તેનું મોત થયું છે અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે,
ગાયક રાહુલ વૈદ્યએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર અભિનેત્રીનો ફોટો પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે, ‘રેસ્ટ ઇન પીસ, તમે અમને ખૂબ વહેલા છોડીને જતા રહ્યાં’ ગાયક મીકા સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, ‘હું ખૂબ જ આઘાત અને દુઃખી છું, આપણો પ્રિય સ્ટાર અને એક સારો મિત્ર આપણને છોડીને ચાલ્યો ગયો.’
શેફાલી જરીવાલે 2002માં તેના કેરિયરની શરૂઆત કાંટા લગા ગીતથી કરી હતી અને લાંબા સમય સુધી આ ગીત વિવાદમાં પણ રહ્યું હતુ, છતાં’કાંટા લગા’ ગીતથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. લોકો આજે પણ આ રિમિક્સ ગીત સાંભળે છે. આ પછી, શેફાલી 2004માં આવેલી ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’માં અક્ષય કુમાર અને સલમાન ખાન સાથે પણ જોવા મળી હતી.આ અભિનેત્રી ‘બિગ બોસ 1૩’ માં પણ જોવા મળી છે.
આજે અચાનક ફાની દુનિયાને અલવિદા કહ્યું છે. શેફાલી જરીવાલે અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા અને તેમનો જીવન સંસાર પણ સારો ચાલી રહ્યો હતો, શેફાલી જરીવાલના નિધનથી તેમના ચાહકોમાં દુખની લાગણી પ્રવર્તી છે.