સેલ્ફીના શોખીનો થઈ જજો સાવધાન! માઉન્ટ આબુમાં સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો અમદાવાદી યુવક, ગુમાવ્યો જીવ

યુવાનોમાં આજકાલ સેલ્ફીનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે ક્યારેક સેલ્ફીના ચક્કરમાં યુવાનો પોતાનો જીવ ગુમાવે છે….સેલ્ફી લેવામાં અનેક યુવક-યુવતીઓ મોતને ભેટી પડ્યાં હોવાના બનાવો અનેક વખત પ્રકાશમાં આવ્યા છે તીરે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવકે સેલ્ફી લેવાના ચક્કરમાં સંતુલન ગુમાવતાં પોતાનો જીવ ગુમાવ્યો છે.માઉન્ટ આબુના આરણા હનુમાન મંદિર પાસે દુઃખદ ઘટના બની. રાજસ્થાનના માઉન્ટ આબુમાં સેલ્ફીના ચક્કરમાં અમદાવાદના એક યુવકે જીવ ગુમાવ્યો છે. 300 ફૂટ જેટલી ઊંડી ખીણમાં પડતા યુવકનું મોત નિપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના માઉન્ટ આબુમાં અમદાવાદના ત્રણ મિત્રો ફરવા માટે ગયા હતા. ત્રણ મિત્રો રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુથી સાત કિલોમીટર દૂર રસ્તામાં આવતા હનુમાનજી મંદિર પાસે સેલ્ફી લેતા હતા. ત્યારે અચાનક બિપિન પટેલ નામના યુવકનો પગ લપસી જતા 300 ફૂટ ઊંડી ખાઈમા ખબક્યો હતો. મિત્ર ખાઈમાં પટકાતા સાથી મિત્રોએ પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. સાથે જ મ્યુનિસિપલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, સ્કાઉટ ટીમ અને સ્થાનિક યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી. લગભગ અઢી કલાકની મહેનત પછી, વિપિનને દોરડાની મદદથી ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યો.યુવકને ગંભીર હાલતમાં બહાર કાઢ્યામાં આવ્યા હતો. આ યુવકને દવાખાને લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ વિશે માહિતી આપતા માઉન્ટ આબુના SHO પ્રદીપ ડાંગાએ જણાવ્યું કે, રાજસ્થાનના પ્રખ્યાત પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં સોમવારે એક દુ:ખદ અકસ્માત થયો. ગુજરાતના અમદાવાદથી આવેલા 49 વર્ષીય પર્યટક વિપિન પટેલે સેલ્ફી લેતી વખતે પોતાનું સંતુલન ગુમાવ્યું અને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી તેનું મૃત્યુ થયું. આ અકસ્માત અર્ણા હનુમાનજી મંદિર પાસે થયો હતો. એસએચઓ પ્રદીપ ડાંગાએ જણાવ્યું હતું કે વિપિન પટેલ તેના મિત્રો હિરેન પટેલ અને દિનેશ પટેલ સાથે માઉન્ટ આબુના દર્શન કરવા આવ્યા હતા. તે અર્ણા હનુમાન મંદિર પાસે રસ્તાના કિનારે ધોધ અને ટેકરીઓની સુંદરતા વચ્ચે સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન, સુરક્ષા દિવાલ પાસે તેમનું સંતુલન ગુમાવ્યું અને તેઓ ખીણમાં પડી ગયા.

Previous Article

સલમાન ખાનના શોની અભિનેત્રીએ સારીનું પલ્લું એવું લટક્યું કે..ઉફ્ફ્ફ.... ઢીલા બ્લાઉઝમાં આપ્યા જોરદાર પોઝ, જુઓ તસવીરો

Next Article

ગુજરાતી ફિલ્મ 'મહારાણી' જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?

error: Protected Content!