જમ્મુમાં એક થાર ડ્રાઇવરે એક વૃદ્ધ વ્યક્તિને બે વાર ટક્કર મારી. એક વાર ટક્કર માર્યા બાદ આરોપી થાર ડ્રાઇવરે કાર રિવર્સ કરી વૃદ્ધને ફરીથી ટક્કર મારી અને ત્યાંથી ભાગી ગયો. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે થાર કબજે કરી છે અને FIR પણ નોંધવામાં આવી છે. આ દરમિયાનનો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે બ્લેક મહિન્દ્રા થાર સ્કૂટી ચલાવી રહેલા એક વૃદ્ધ વ્યક્તિને ટક્કર મારે છે.

ટક્કર માર્યા પછી તે આગળ વધે છે. જો કે વૃદ્ધ ઊભા પણ થાય છે પરંતુ થાર ચાલક રિવર્સ કરી વૃદ્ધને ફરીથી ટક્કર મારે છે. આ પછી આરોપી થાર ડ્રાઇવર કારમાંથી ઉતરીને વૃદ્ધ તરફ જાય છે. તેમને જોતો રહે છે, પરંતુ મદદ નથી કરતો અને કારમાં બેસીને ત્યાંથી જતો રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના જમ્મુના ગાંધીનગર વિસ્તારની છે.

અહેવાલ મુજબ, સ્થાનિક લોકો તાત્કાલિક વૃદ્ધને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. હાલમાં, તે જમ્મુના સરકારી મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ બાબત અંગે વૃદ્ધની પુત્રીએ કહ્યું “કોઈને ખબર નથી કે થાર ડ્રાઈવર કોણ હતો. મારા પિતા આઈસીયુમાં દાખલ છે. જો આ તેમની સાથે થઈ શકે છે, તો પછી કોઈના પિતા સાથે પણ થઈ શકે છે.

પોલીસે પણ અમારી મદદ કરી નથી.” ત્યાં વૃદ્ધના પુત્રએ આરોપ લગાવ્યો કે આરોપી વ્યક્તિએ જે કર્યું તે જાહેરમાં હત્યા કરવા જેવું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી થાર ડ્રાઈવર 20 વર્ષનો છે. તે ઘટના પછીથી ફરાર છે. પોલીસે પૂછપરછ માટે તેના પિતાની અટકાયત કરી છે. આ કેસમાં કાર્યવાહી કરતા, પોલીસે ફરિયાદ નોંધી છે. એફઆઈઆરમાં હત્યાના પ્રયાસની કલમો ઉમેરવામાં આવી છે.
Road rage kalesh, Jammu city
Pehele Thar wala wrong way se aya jis se ye uncle gir gaye phir reverse gear mai laya aur uncle ko piche se thoka befaltu mai.pic.twitter.com/NebTAkhlWz— Deadly Kalesh (@Deadlykalesh) July 28, 2025