બાબાને પણ ચડ્યો સૈયારાનો બુખાર, થિયેટરમાં જ બનાવી એવી રિલ, કે જોઈ પણ રહી જશો દંગ

ફિલ્મ નિર્માતા મોહિત સૂરીની સૈયારા અને અહાન શેટ્ટી અને અનિત પદ્દાની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના રીલ્સ અને મીમ્સ બનાવી રહ્યા છે, આ ફિલ્મનો ક્રેઝ યુવાનોમાં તો એટલો જોવા મળી રહ્યો છે કે ન પૂછો વાત, થિયેટરમાંથી દર્શકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. લોકો રડી રહ્યા છે. ફિલ્મને ચીયર કરી રહ્યા છે. નાચી રહ્યા છે. ઇમોશનલ થઈ રહ્યા છે. ધાર્મિક નેતાઓ પણ આ ફિલ્મને જોઈ રહ્યા છે. પરંતુ એક વીડિયો એવો પણ સામે આવ્યો છે જે જોઈને લાગે છે ફક્ત યુવાનોમાં જ નહીં પણ એક બાબા પર પણ તેનો બુખાર ચડયો છે.

જી, હા બાબાએ સિનેમા હોલમાંથી એક વીડિયો બનાવ્યો અને આજની પેઢીના 4 અફેર પર ટિપ્પણી કરી અને ફિલ્મ જોવાની સલાહ આપી.હાલમાં બાબાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બાબા પહેલા ફિલ્મ જુએ છે અને પછી ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપે છે.બાબાનું નામ પરમ ગુરુ છે. પરમ ગુરુએ ‘સૈયારા’ને આજના યુવાનો માટે પ્રેમનો એક મહત્વપૂર્ણ પાઠ ગણાવ્યો છે.સલાહ આપતા પરમ ગુરુ કેમેરામાં કહે છે, “આજે હું સૈયારા ફિલ્મ જોવા આવ્યો છું. આજે મેં ‘સૈયારા’ ફિલ્મ જોઈ. તમે વિચારતા હશો કે હું બાબા હોઈશ અને ‘સૈયારા’ ફિલ્મ જોવા આવ્યો છું? ના હું ફિલ્મ દ્વારા તમને લોકોને પ્રેમ સમજાવવા આવ્યો છું. જેથી તમે પ્રેમને સમજી શકો. કારણ કે આજની જનરેશનમાં ચાર ચાર અફેર હોય છે.

આ યુગમાં આ ફિલ્મ રિલીઝ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી, જેથી આ પેઢી પ્રેમ વિશે જાણી શકે. “અને હું કહું છું કે, દેશના દરેક યુવાનોએ આ ફિલ્મ જોવી જોઈએ. જેથી તેઓ પ્રેમને સમજી શકે. તેઓ ફક્ત પ્રેમ દ્વારા જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે.” આ પછી, બાબાને સિનેમા હોલના ફૂડ કોર્ટ વિસ્તારમાં જોઈ શકાય છે. વીડિયોની પૃષ્ઠભૂમિમાં ‘સૈયારા’નું ટાઇટલ ટ્રેક વાગે છે. બાબાનો આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થવા લાગ્યો છે.બાબા પરમ ગુરુના આ વીડિયો અને તેમની અપીલે લોકોને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે, હાલ આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Param Guru (@paramguru__)

Previous Article

જીવનમાં ક્યારેય રેપિડો નહિ કરે યુવતી, બાઈક ચાલકે બધા જ ભગવાન એકસાથે યાદ કરાવી દીધા, જુઓ વાયરલ વીડિયો

Next Article

યુવતીના ચક્કરમાં 'સૈયારા' જોવા આવેલા બે યુવકો થિયેટરમાં જ બાખડ્યા, વીડિયો જોઈ તમે પણ કહે શો અરે, આ શું..!

error: Protected Content!