જે હાથીને પ્રેમ કરતાં તેણે જ કચડી નાખ્યો..! સાઉથ આફ્રિકાના પ્રાઈવેટ ગેમ રિઝર્વમાં હાથીએ કચડી નાંખતા કરોડપતિ CEOનું દર્દનાક મોત

દક્ષિણ આફ્રિકાના લક્ઝરી ગોંડવાના પ્રાઈવેટ ગેમ રિઝર્સમાં ગુસ્સે થયેલા હાથીએ 39 વર્ષીય કરોડપતિ સીઈઓ ફ્રાંસુઆ ક્રિસ્ટિયાન કૉનરાડીને કચડી નાખતા તેમનું દર્દનાક મોત નીપજ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, કૉનરાડી જે હાથીને સૌથી વધુ પ્રેમ કરતા હતા, તેણે જ તેમને કચડી નાખ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર કૉનરાડી પ્રાઈવેટ લૉજ તરફ આવી ચઢેલા હાથીઓના ગ્રૂપને દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન છ ટનનો હાથી અચાનક બેકાબુ બની ગયો હતો અને તેણે દાંત અને પગથી તેમને અનેક વખત કચડી નાખ્યા. આસપાસ હાજર રેન્જર્સ પણ તેમને બચાવી શક્યા ન હતા.

કૉનરાડી ગોંડવાના રિઝર્વ અને CayliX Group સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીના માલીક હતા. તેઓને પ્રાણીઓ પ્રત્યે ખાસ લગાવ હતો. તેમને હાથીઓની ફોટોગ્રાફી કરવાનો પણ ખૂબ જ શોખ હતો અને તેઓ અનેક વખત હાથીઓની નજીક જતા હતા. તેમની પાસે ઝૂલૉજી, એનિમલ સ્ટડીઝ, કૉમર્સ અને માર્કેટિંગમાં ઓનર્સની ડિગ્રી હતી. એક અહેવાલ અનુસાર ‘કૉનરાડીને હાથીઓ પર વિશ્વાસ હતો, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે, તેઓ જંગલી હોય છે.’

ગોંડવાના ગેમ રિઝર્વએ કૉનરાડીને શ્રદ્ધાંજલિ આપી છે. આ રિઝર્વ દક્ષિણ આફ્રિકાના સૌથી જાણીતા સ્થળોમાંનું એક છે. અને અહીં એક રાતનો ખર્ચ લગભગ 900 પાઉન્ડ (લગભગ 96,000 રૂપિયા) થાય છે. રિઝર્વ સિંહ, ગેંડા, દીપડા અને હાથી જેવા બિગ ફાઈવ પ્રાણીઓ માટે પણ જાણીતું છે. અગાઉ માર્ચ-2023માં પણ હાથીના હુમલામાં સ્ટાફ મેમ્બરનું મોત થયું હતું. કૉનરાડીના મોતથી સ્પષ્ટ કહી શકાય કે, જંગલી જાનવરો પાસે જવું ઘણી વખત ઘાતક સાબિત થઈ શકે છે.

Previous Article

ક્લાસરૂમમાં ભણી રહ્યા હતા બાળકો ત્યારે જ પડી સરકારી સ્કૂલની છત, 6 બાળકોના મોત; જુઓ તસવીરો

Next Article

ઓગસ્ટના આરંભે અનરાધાર..! એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મેધરાજા બોલાવશે ભૂકકા, એલર્ટ જારી..

error: Protected Content!