ક્લાસરૂમમાં ભણી રહ્યા હતા બાળકો ત્યારે જ પડી સરકારી સ્કૂલની છત, 6 બાળકોના મોત; જુઓ તસવીરો

રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાના બાળકો સાથે એક મોટી દુર્ઘટના ઘટી. એક સરકારી શાળાની છત તૂટી પડવાના અહેવાલ છે, જેમાં 6 જેટલા વિદ્યાર્થીઓના મોત થયા હોવાનું અને 29-30 ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઝાલાવાડ જિલ્લાના મનોહરથાણા તાલુકાની પીપલોડી ગામે આવેલી એક સરકારી શાળામાં શુક્રવાર સવારે થયેલા ભીષણ દુર્ઘટનામાં ધોરણ 7ના 6 બાળકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 30થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર, શાળાની એક જુની ઈમારતનો ક્લાસરૂમ અચાનક ધરાશાયી થયો હતો. ઘટના વખતે તે રૂમમાં ધોરણ 7ના 35 વિદ્યાર્થીઓ હાજર હતા, જે તમામ કાટમાળ નીચે દટાઈ ગયા.શિક્ષકો અને ગ્રામજનોની તાત્કાલિક મદદથી બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું અને તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા.દુર્ઘટનાની ગંભીરતા વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, “હું આ દુઃખદ ઘટનાથી ખૂબ વ્યથિત છું. સંબંધિત અધિકારીઓને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.”

ગામલોકોએ જણાવ્યું કે શાળામાં કુલ 7 ક્લાસરૂમ છે, જેમાંથી દુર્ઘટનાગ્રસ્ત રૂમમાં 7મા ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. દુર્ઘટનાની ઘડીએ શાળામાં બે શિક્ષકો હાજર હતા, જો કે તેઓને કોઈ ઈજા પહોંચી નથી. ઘટનાની જાણ થતાં જ ગામલોકો શાળામાં દોડી આવ્યા હતા. આખા ગામમાં ચીસો અને રોષનો માહોલ છવાઈ ગયો હતો, ઘટના બાદ માતા-પિતા પોતાના બાળકોને કાટમાળમાંથી શોધતા જોવા મળ્યા.

Previous Article

પ્રેમી સાથે 'સૈયારા' જોવા ગઇ હતી છોકરી, પાછળથી આવ્યો બીજો BF....ટોર્ચ લઇને શોધતી જોવા મળી પોલિસ

Next Article

જે હાથીને પ્રેમ કરતાં તેણે જ કચડી નાખ્યો..! સાઉથ આફ્રિકાના પ્રાઈવેટ ગેમ રિઝર્વમાં હાથીએ કચડી નાંખતા કરોડપતિ CEOનું દર્દનાક મોત

error: Protected Content!