મહેસાણામાં બની ભયંકર ત્રિપલ અકસ્માત ઘટના, મુસાફરો ભરેલી કાર થઈ ગઈ કચ્ચરધાણ, 1 બાળકનું મોત, 8ને ઈજા

મહેસાણામાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ઓએનજીસી સર્કલ પાસે આજે વહેલી સવારે ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. અકસ્માતમાં બે ટ્રક વચ્ચે એક પેસેન્જર ગાડી ફસાઈ હતી. જથી ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ ગાડીમાં બેસેલા મુસાફરોને પતરાં કાપી બહાર કઢાયા પડ્યા હતા. આ અકસ્માતમાં એક બાળકનું મોત થયું છે, જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે, જેથી તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો મહેસાણા શહેરમાં ઓ.એન.જી.સી સર્કલથી વિજાપુર તરફ જતા બ્રિજ પર વહેલી સવારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિકમાં એક ગાડી અન્ય ગાડીઓની માફ્ક લાઈનમાં હતી. ગાડી પાછળ આવી રહેલા લાકડા ભરેલા ટ્રકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આગળ ઊભેલી ટ્રક અને ગાડી સાથે અથડાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વચ્ચે ઊભેલી કારનો કૂડચો બોલાઈ ગયો હતો. અકસ્માતના કારણે 9 જેટલા પેસેન્જર ગાડીમાં જ ફસાઈ ગયા હતા અને ગાડી લોક થઈ ગઈ હતી. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગાડીને ક્રેન મારફતે અલગ કરી હતી.

ઘટનાની જાણ મહેસાણા ફાયર વિભાગને કરતાં ફાયરની ટીમ પોતાના સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ગાડીના પતરાં કાપી મુસાફરોને બહાર કાઢી સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.

Previous Article

ઉડતું મોત..! રડાર સંપર્ક ગુમાવ્યા બાદ 50 લોકોને લઇ જઇ રહેલુ રશિયન વિમાન ક્રેશ, હવામાં ગાયબ થયા બાદ મળી આવ્યો કાટમાળ

Next Article

પ્રેમી સાથે 'સૈયારા' જોવા ગઇ હતી છોકરી, પાછળથી આવ્યો બીજો BF....ટોર્ચ લઇને શોધતી જોવા મળી પોલિસ

error: Protected Content!