ભારે કરી..! શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો આપ્યો તો ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીએ શિક્ષકને ઢીબી નાખ્યા, CCTVમાં કેદ થયા ઘર્ષણનો દ્રશ્યો, જુઓ
શિક્ષકએ આપણાં ગુરુ કહેવાય, ગુરુ સાથેનો સંબંધ આત્માનો સંબંધ છે અને તે બધા સંબંધોમાં સૌથી મહાન છે. પરંતુ આજકાલ જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, જે શિક્ષણજગતને કલંકિત કરે છે. તાજેતરમાં એક વિદ્યાલયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતા અહેવાલ પ્રમાણે તક્ષશિલા વિદ્યાલયમાં ચાલુ ક્લાસે શિક્ષક અને વિદ્યાર્થી બાખડ્યા હતા. ઉલ્લેખનીય છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદથી શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચ્યો હતો જોકે આ વાયરલ વીડિયોની GSTV પુષ્ટી કરતું નથી. મળતા અહેવાલ પ્રમાણે આ વીડિયો બે દિવસ પહેલાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ ઘટના મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં બની હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કોઈ બબાતે ઉગ્ર બોલાચાલી થયા બાદ તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા અને એકબીજાને માર માર્યો હતો.

મહત્વનું છે કે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અદાપથી વાયરલ થઇ રહ્યો છે. જોકે આ વીડિયો ક્યારનો છે તે અંગે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ બે દિવસ પહેલાનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ પ્રકાસની ધટના શૈક્ષણિક સંસ્થામાં બનાવી તે ચિંતાનો વિષય છે અને આવા કિસ્સાઓ શાળાઓમાં શિસ્ત અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કરે છે. જોકે આ વીડિયોની અમારા દ્વારા કોઈ પુષ્ટી કરવામાં આવતી નથી.
મોરબી : મોરબીની તક્ષશિલા સ્કૂલમાં ચાલુ ક્લાસમાં શિક્ષક અને વિધાર્થીની મારામારીનો વીડિયો વાયરલ ,તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતા વિધાર્થીએ શિક્ષકને માર મારી ગળું દાબી દીધું,શિક્ષક અને વિદ્યાર્થી ચાલુ ક્લાસમાં ઝઘડી પડ્યા,વાયરલ CCTV વીડિયો બે દિવસ પહેલાનો વીડિયો… pic.twitter.com/ZGuMmiqHGb
— Atul Joshi (@AtulJoshi9999) July 22, 2025