બૌદ્ધ ભિક્ષુઓ સાથે જોડાયેલ મોટુ સ્કૈંડલ, મળ્યા 80,000 વીડિયો- 100 કરોડની ઠગીનો ભાંડાફોડ

બીભત્સ સ્કૈંડલ: આ સીધી દેખાતી મહિલાએ ₹100 કરોડ ઠગ્યા, મોબાઇલમાં 80 હજાર ગંદા ફોટો-વીડિયો મળ્યા- જાણો સમગ્ર વિગતો

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક બૌદ્ધ મઠ સાથે સંકળાયેલા સેક્સ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ ખુલાસાને કારણે, 9 બૌદ્ધ સાધુઓને મઠમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, જ્યારે 100 કરોડ રૂપિયાથી વધુની ખંડણીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હકીકતમાં, જૂનની શરૂઆતમાં બેંગકોકના એક બૌદ્ધ મઠમાંથી વરિષ્ઠ ભિક્ષુ ગુમ થયા હતા. આ કેસની તપાસ કરતી વખતે, પોલીસ ‘મિસ ગોલ્ફ’ નામની એક મહિલાના ઘરે પહોંચી હતી, જેની ઓળખ વિલવાન એમ્સાવત તરીકે થઈ હતી. જ્યારે પોલીસે તેનો મોબાઇલ ચેક કર્યો, ત્યારે તેમને લગભગ 80 હજાર અશ્લીલ ફોટા અને વીડિયો મળી આવ્યા.

થાઇલેન્ડમાં એક મોટો સેક્સ અને બ્લેકમેઇલ કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે જેમાં વિલવાન એમ્સાવત નામની એક મહિલાએ ઘણા વરિષ્ઠ બૌદ્ધ સાધુઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તે સાધુઓ સાથે સેક્સ કરતી અને બાદમાં તેમને ખાનગી વીડિયો દ્વારા બ્લેકમેલ કરતી અને તેમની પાસેથી મોટી રકમ પડાવતી. વિલવાન એમ્સાવત 30-35 વર્ષની એક મહિલા છે, જેની બેંગકોક નજીક નોનથાબુરી સ્થિત તેના આલીશાન ઘરમાંથી ધરપકડ કરવામાં આવી.

પોલીસે જણાવ્યું હતું કે તે સોશિયલ મીડિયા દ્વારા સાધુઓનો સંપર્ક કરતી અને તેમને ફસાવતી. તેના પર બ્લેકમેઇલિંગ, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર મિલકતનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે વિલવાન એમ્સાવતના ફોન અને ઘરમાંથી 80,000 થી વધુ ગંદા ફોટા અને વીડિયો મળી આવ્યા છે, જેમાં તે ઘણા બૌદ્ધ સાધુઓ સાથે સેક્સ કરતી જોવા મળે છે. તે આ વીડિયોનો ઉપયોગ કરીને સાધુઓ પાસેથી પૈસા પડાવતી હતી. રિપોર્ટ અનુસાર, તેણે ત્રણ વર્ષમાં લગભગ 385 મિલિયન થાઈ બાટ (લગભગ ₹102 કરોડ) કમાયા હતા.

ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ, વિલવાન એમ્સાવતે દાવો કર્યો કે તેને એક સાધુથી બાળકને પણ જન્મ આપ્યો છે. આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બેંગકોકના એક પ્રખ્યાત મંદિર ‘વાટ ત્રાઇ થોસાથેપ’ ના મુખ્ય ભિક્ષુ અચાનક ગાયબ થઈ ગયા. પાછળથી જાણવા મળ્યું કે મહિલા દ્વારા બ્લેકમેલ કરવામાં આવતા તે સાધુ જીવન છોડીને ભાગી ગયા હતા. થાઈલેન્ડના સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ જણાવ્યું હતું કે આ કેસમાં ઓછામાં ઓછા 9 વરિષ્ઠ સાધુઓને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. કેટલાકે પોતાને છુપાવી દીધા છે. આ ઘટનાએ સમગ્ર બૌદ્ધ સમુદાયને આઘાત પહોંચાડ્યો છે.

Previous Article

Indigo ફ્લાઇટમાં એક પેસેન્જરને આવ્યો પેનિક અટેક તો બીજા પેસેન્જરે મારી થપ્પડ...બોલ્યો- 'પ્રોબ્લમ કરી રહ્યો છે'

Next Article

46 વર્ષની વિદ્યા બાલનનું નવું રૂપ જોઇ લોકોના મોં રહી ગયા ખુલ્લા, કહ્યુ- બોટોક્સ અને સર્જરીના જમાનામાં નેચરલ બ્યુટી

error: Protected Content!