હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, જુલાઈમાં જમાવટ! આ તારીખથી ગુજરાતને ગજવશે મેધો મુશળધાર

રાજ્યમાં ચોમાસુ પૂરજોશમાં જામ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, રાજયમાં વરસાદનું જોર વધશે, આગામી 3 થી 6 જુલાઈ સુધીમાં રાજયમાં વરસાદ ભૂક્કા બોલાશે, 6 જુલાઈ આસપાસ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જેના કારણે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 10 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે અને મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે 3 થી 6 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે, 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, સાથે જ પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 30 જૂન સુધી ગાજવીજ સાથે અનેક રાજ્યના કેટલાક ભાગોમા વીજળી પડવાની સંભાવના છે.

મધ્ય ગુજરાતના વડોદરા, ખંભાત, બોડેલી, મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે. જયારે દસાડા, માંડલ, વિરમગામ અને સાણંદ વિસ્તાર માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ અને થરાદના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આમ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે, જે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે અને જળાશયોમાં પણ પાણીની આવકમાં વધારો થશે.

 

Previous Article

એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનાને 15 દિવસ પણ નહોતા વીત્યા ત્યાં બે પ્લેન વચ્ચે થઇ ટક્કર, એકના વિંગે બીજાની ટેલને સલાડની જેમ કાપી દીધી

Next Article

વિયેતનામ એરપોર્ટ પર બે વિમાનોની ટક્કર, મુસાફરોના જીવ તાળવે ચોંટયા, વીડિયો આવ્યો સામે, જોઈ તમારા જીવ પણ થઈ જશે અધ્ધર

error: Protected Content!