વિયેતનામ એરપોર્ટ પર બે વિમાનોની ટક્કર, મુસાફરોના જીવ તાળવે ચોંટયા, વીડિયો આવ્યો સામે, જોઈ તમારા જીવ પણ થઈ જશે અધ્ધર

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી લોકો હવાઈ મુસાફરીથી ડરી રહ્યા છે. દરેક શહેરમાં એક પછી એક ઇમરજન્સી લેન્ડિંગના સમાચાર બહાર આવતાં સલામતીના ધોરણો પર ચર્ચા વધુ તીવ્ર બની. જો કે તાજેતરમાં જે કિસ્સો સામે આવ્યો છે તેણે સમગ્ર વિશ્વના ઉડ્ડયન ઉદ્યોગને હચમચાવી નાખ્યો. હકીકતમાં રનવે પર એક બોઇંગ જેટ એરબસ વિમાન સાથે અથડાયું, અને એકની પાંખોએ બીજાની પૂંછડીને સલાડની જેમ કાપી નાખી.

હનોઈના નોઈ બાઈ એરપોર્ટ પર વિયેતનામ એરલાઈન્સનું એક વિમાન બીજા વિમાન સાથે અથડાયું.ખરેખર, VnExpress અનુસાર, હો ચી મિન્હ સિટી જઈ રહેલું બોઈંગ 787 વિમાન ટેક ઓફ માટે ટેક્સી કરી રહ્યું હતું ત્યારે તે પાર્ક કરેલી એરબસ A321 સાથે અથડાયું. વીડિયોમાં, પ્લેનની જમણી પાંખ એરબસના ટેઈલ સ્ટેબિલાઈઝરને અથડાતી જોવા મળે છે, જેના કારણે એરબસની ટેઈલ તૂટી ગઈ.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે બપોરે 2 વાગ્યે બની હતી. જેનો એક વિડિયો હાલ સામે આવ્યો છે.

આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. જે કોઈ આ વિડિયો જોઈ રહ્યું છે તે અનેક પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યું છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનની જમણી પાંખ એરબસના ટેલ સ્ટેબિલાઇઝર સાથે અથડાતી જોવા મળે છે. આ દરમિયાન એરબસની ટેલ તૂટી ગઈ, જેનો કાટમાળ ટાર્મેક પર ફેલાયેલો જોવા મળ્યો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ સમાચાર નથી.

એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે એરબસ યોગ્ય રીતે પાર્ક કરવામાં આવી ન હતી. જેના કારણે આ ટક્કર થઈ. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ટક્કરમાં બોઇંગની પાંખને નુકસાન થયું છે. બંને વિમાનોને ઉડતા અટકાવવામાં આવ્યા છે. બંને વિમાનોના મુસાફરોને વૈકલ્પિક માધ્યમથી તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Daily Mail (@dailymail)

Previous Article

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, જુલાઈમાં જમાવટ! આ તારીખથી ગુજરાતને ગજવશે મેધો મુશળધાર

Next Article

પાવાગઢ પાસે પાર્ક કરેલી કારમાંથી મળ્યો પ્રેમી-પ્રેમિકાનો મૃતદેહ, પરિવાર આઘાતમાં...જુઓ તસવીરો

error: Protected Content!