બર્થ ડે પર પતિ સાથે વેકેશન પર નીકળી સુરભિ જ્યોતિ, પુલમાં ગ્રીન બિકિની પહેરી વિખેર્યો જલવો, જુઓ તસવીરો

સુરભિ જ્યોતિએ 37માં બર્થ ડે પર પતિ સાથે મનાવ્યુ વેકેશન, ગ્રીન બિકિની લુકમાં વરસાવ્યો કહેર

લોકપ્રિય ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ 29 મેએ તેનો 37મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. બર્થ ડે પર, અભિનેત્રી તેના પતિ સાથે વેકેશનનો આનંદ માણતી જોવા મળી હતી. તેણે હવે આ વેકેશનના ઘણા સુંદર ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ટીવી શો ‘કબુલ હૈ’માં ઝોયાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય થયેલી એક્ટ્રેસ સુરભી જ્યોતિને આજે કોઈ પરિચયની જરૂર નથી.

બર્થ ડે વેકેશનમાં સુરભીનો ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો. અભિનેત્રી ગ્રીન બિકીની પહેરી પૂલ પાર્ટી કરતી જોવા મળી. સુરભીએ ફોટા શેર કરીને લખ્યું, ‘આઇલેન્ડ ટાઇમ.’ ચાહકોએ અભિનેત્રીની આ તસવીરો ખૂબ પસંદ કરી અને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી. એક તસવીરમાં સુરભી સેલ્ફી લેતી પણ જોવા મળી હતી. જેના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું હતું, ‘હેપ્પી બર્થડે ટુ મી..’

જણાવી દઈએ કે સુરભી જ્યોતિએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સુમિત સુરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી, અભિનેત્રી તેના પતિ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. ‘કબુલ હૈ’ પછી, સુરભી ‘નાગિન’, ‘ગુનાહ’ અને ‘ઇશ્કબાઝ’ જેવા ઘણા હિટ શોમાં જોવા મળી છે. બે લોકપ્રિય ટીવી સિરિયલ ‘કબુલ હૈ’ અને ‘નાગિન’ માં મુખ્ય ભૂમિકા ભજવનાર સુરભી જ્યોતિ તે સમયમાં ખૂબ જ લોકપ્રિય થઇ હતી.

સુરભીએ ‘કબુલ હૈ’ માં ઝોયાનું પાત્ર ભજવ્યું હતું અને લોકો તેને આ નામથી બોલાવવા લાગ્યા હતા. તે જ સમયે, સુરભીએ ‘નાગિન’ માં બેલા સેહગલનું પાત્ર ભજવ્યું હતું અને આ બંને ભૂમિકાઓ માટે તેને હજુ પણ યાદ કરવામાં આવે છે. સુરભી જ્યોતિ તે સમયે ખૂબ જ નાની હતી, જ્યારે આ વર્ષે તે તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે.

29 મે 1988 ના રોજ પંજાબના જલંધરમાં જન્મેલી સુરભીએ રિઝનલ થિયેટર્સ અને ફિલ્મોથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પહેલા, તેણે રેડિયો જોકી તરીકે કામ કર્યું. સુરભી જ્યોતિ લાંબા સમયથી કોઈ શોનો ભાગ નથી રહી. સુરભીએ ઘણી પંજાબી ટીવી સિરિયલો પણ કરી છે. સુરભીએ પંજાબી ફિલ્મો ‘ઇક કુડી પંજાબ દી’, ‘રૌલા પૈ ગયા’ અને ‘મુંડે પટિયાલા દે’ માં કામ કર્યું છે જે સફળ રહી હતી.

2012 માં, સુરભીએ ઝી ટીવીની સીરિયલ ‘કબુલ હૈ’ થી હિન્દી ટીવી સીરિયલમાં ડેબ્યૂ કર્યું. 2015માં તેણે ‘પ્યાર તુને ક્યા કિયા’ નામનો શો હોસ્ટ કર્યો અને સુરભીએ ઘણા અન્ય એવોર્ડ શો હોસ્ટ કર્યા. 2018 માં જ સુરભી એકતા કપૂરના સૌથી લોકપ્રિય શો ‘નાગિન 3’ માં મુખ્ય અભિનેત્રી તરીકે પણ જોવા મળી હતી. 2020 માં, સુરભી અલી ઝફરના મ્યુઝિક વીડિયો ‘આજ ભી’ અને દર્શન રાવલના વીડિયો ગીત ‘જુદાઇયાં’ માં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

27 ઓક્ટોબર 2024 ના રોજ સુરભી જ્યોતિએ તેના બોયફ્રેન્ડ સુમિત સુરી સાથે લગ્ન કર્યા. ઉત્તરાખંડના એક રિસોર્ટમાં હિન્દુ રીતરિવાજ મુજબ તેમના લગ્ન થયા હતા, જેમાં બંનેનો પરિવાર અને ખાસ મિત્રો હાજર રહ્યા હતા. સુમિત અને સુરભી લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને હવે પતિ-પત્ની છે.

 

View this post on Instagram

 

A post shared by Rithvikk D (@rithvikk_dhanjani)

Previous Article

મલેશિયામાં પોલીસ હેલિકોપ્ટર ખાબક્યું નદીમાં, પાંચ ક્રુ મેમ્બર હતા સવાર, સૈન્ય અભ્યાસ દરમિયાન સર્જાયો મોટો અકસ્માત

Next Article

બોલ્ડ કપડા માટે ટ્રોલ થયેલી ખુશી મુખર્જીએ વાંચી હનુમાન ચાલિસા, બોલી- 'બંગાળી બ્રાહ્મણ છું...'

error: Protected Content!