હત્યા કે આત્મહત્યા! અમેરિકામાં દિગ્ગજ ટેક બિઝનેસમેન, પત્ની અને દીકરાનું રહસ્યમયી મોત, 2017 માં PM મોદીને મળ્યું હતું દંપતી, જુઓ તસવીરો

રોબોટિક્સ કંપનીના CEO, તેમની પત્ની અને બાળકના મૃતદેહ મળ્યા, હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ!

અમેરિકાના વોશિંગ્ટનથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 24મી એપ્રિલના રોજ એક ભારતીય ટેક કંપનીના CEOએ તેમના પુત્ર અને પત્નીની ગોળી મારીને હત્યા કરી અને પછી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે ઘણા અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યા-આત્મહત્યાનો કેસ હોઇ શકે છે

અહેવાલો અનુસાર, મૃતકોની ઓળખ 25 વર્ષીય હર્ષવર્ધન એસ કિક્કેરી, તેમની 44 વર્ષીય પત્ની શ્વેતા પન્યામ અને તેમના 14 વર્ષના પુત્ર તરીકે થઈ છે. જ્યારે પોલીસ ઘરમાંથી એક બાળકને પોતાની સાથે લઈ ગઈ છે. આ ઘટના પછી બાળક ખૂબ જ ડરી ગયો હતો. જો કે, કિંગ કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા બાળકની ઓળખ જાહેર કરવામાં આવી નથી.પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના વોશિંગ્ટનના ન્યૂકેસલ વિસ્તારમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દંપતીનો બીજો એક પુત્ર પણ છે, જે ઘટના સમયે ઘરે નહોતો.

ટેક કંપનીના સીઈઓએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ નથી. કેસની તપાસ ચાલી રહી છે. તપાસ કરતી ટીમને બારી પર લોહીના ડાઘ અને રસ્તા પર એક ખાલી કારતૂસ મળી આવ્યું છે. પડોશીઓએ પોલીસને જાણ કરી છે કે પરિવાર ખૂબ જ મૈત્રીપૂર્ણ હતો.

અહેવાલો અનુસાર, હર્ષવર્ધન અને શ્વેતા 2017માં ભારત આવ્યા હતા અને કંપની શરૂ કરી હતી. કોરોનાને કારણે કંપની બંધ થઈ ગઈ . સરહદ સુરક્ષા માટે રોબોટ્સનો ઉપયોગ કરવા માટે આ દંપતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. કર્ણાટકના કિક્કેરી ગામના વતની, ટેક. ઇનોવેટર હર્ષવર્ધન કિક્કેરીનું શિક્ષણ મૈસુર અને પછી યુએસમાં થયું હતું. તેમણે સિરાક્યુઝ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું અને માઇક્રોસોફ્ટમાં કામ કરતી વખતે રોબોટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ 44 આંતરરાષ્ટ્રીય પેટન્ટના ધારક હતા અને તેમને માઇક્રોસોફ્ટ ગોલ્ડ સ્ટાર, ઇન્ફોસીસ એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ભારત પેટ્રોલિયમ સ્કોલરશિપ અને ઘણી ચેસ સ્પર્ધાઓમાં પુરસ્કારો મેળવ્યા હતા.

Previous Article

ના દ્રશ્યમ, ના અંધાધુન...આ છે અત્યાર સુધીની સૌથી જોરદાર મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મ, ક્લાઇમેક્સ જોઇ રૂંવાડા ઊભા થઇ જશે

Next Article

પહેલગામ હુમલામાં આતંકીઓની મદદ કરનાર યુવકની નદીમાં મોતની છલાંગ! કુલગામમાં નદીમાંથી મળ્યો મૃતદેહ, જુઓ વીડીઓ

error: Protected Content!