રીલ્સનું ગાંડપણ કયા લઈ જશે! દરિયા કિનારે ખડકો પાસે યુવતી બનાવી રહી હતી રીલ્સ, અચાનક આવ્યું જોરદાર મોજું, જાણો પછી શું થયું ?

રીલ્સના શોખે લીધો યુવતીનો જીવ ! દરિયામાં આવ્યું જોરદાર મોજું,ખડકો પાસે રિલ બનાવતી હતી યુવતી દરિયો તાણી ગયો

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે ધણીવાર યુવાનો પોતાના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. જોખમી સ્ટંટ કરતી વેળાએ કેટલાક યુવકો અને યુવતીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.જેમાં જોઈ શકાય છે કે દરિયા કિનારે ખડકો પાસે ઉભેલી એક છોકરી રીલ બનાવી રહી છે. આ દરમિયાન જોરદાર મોજું આવે છેને છોકરીને તાણી જાય છે.

વાયરલ વીડિયોમાં,એક છોકરી દરિયા કિનારાની નજીક ખડકો પર ઉભી રહીને રીલ બનાવતી પોતાના મોબાઈલ કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે.અચાનક એક ઊંચું અને જોરદાર મોજું આવે છે જે તેને ખડકો પરથી ખેંચીને દરિયામાં લઈ જાય છે. તે પોતાનું સંતુલન ગુમાવતાં દરિયામાં તણાઇ જાય છે, આ દ્રશ્ય જોઈને બધા ગભરાઈ ગયા હતા.આ છોકરીને બચાવઇ લેવામાં આવી કે કેમ તેની જાણકારી સામે આવી નથી.

આ વાઇરલ વીડિયોને જોઈ કેટલાક યુઝર્સે તેને “ખતરનાક સ્ટંટ” ગણાવી રહયા છે. તો કેટલાક લોકોએ છોકરીની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી “રીલને કારણે લોકો પોતાના જીવનની પરવા કરતા નથી.” જ્યારે બીજાએ લખ્યું, “સમુદ્રની શક્તિને હળવાશથી લેવી કેટલી મોંઘી પડી શકે છે.” આ ઘટનાએ નેટીઝન્સમાં ચર્ચા જગાવી કે શું થોડા લાઈક્સ અને ફોલોઅર્સ માટે આટલું મોટું જોખમ લેવું યોગ્ય છે?

<blockquote class=”twitter-tweet” data-media-max-width=”560″><p lang=”hi” dir=”ltr”>रील बनाने के चलते जिंदगी की रील डिलीट हो गई 🤔🤔 <a href=”https://t.co/Pj4m7YkL5l”>pic.twitter.com/Pj4m7YkL5l</a></p>&mdash; TANVIR RANGREZ (@virjust18) <a href=”https://twitter.com/virjust18/status/1908138293012598959?ref_src=twsrc%5Etfw”>April 4, 2025</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Previous Article

રીલ બનાવવા માટે યુવતિએ પેટ્રોલ પંપ કરી ખતરનાક હરકત, વાયરલ વીડિયો જોઇ યુઝર્સ બોલ્યા- અલગ ટાઇપનું પાગલપન છે

Next Article

મંગેતર સાથે વોટર પાર્ક ગઇ હતી મહિલા, રાઇડમાં ખરાબીને કારણે પડવાથી થયુ મોત

error: Protected Content!