જેનો ડર હતો એ જ થયુ…ટાટા ગ્રુપના શેર ક્રેશ, માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયા ગાયબ- 6 કંપનીના શેરનો તૂટ્યો ભાવ

Tata Stocks Crash: જેનો ડર હતો તે જ થયું… જી હા, એશિયન શેરબજારોમાં આવેલા તીવ્ર ઘટાડાની અસર સોમવારે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી, અને સેન્સેક્સ તેમજ નિફ્ટી બંને ખુલતાની સાથે જ તૂટી પડ્યા. પ્રી-ઓપન માર્કેટમાં જ, બંનેમાં લગભગ 5 ટકાના ભારે ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો. આ પછી, જ્યારે બજાર ખુલ્યું, ત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 3000 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો,

જ્યારે બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 1000 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. 7 એપ્રિલના રોજ શેરબજારમાં આવેલા ભારે ઘટાડાને કારણે ટાટા ગ્રુપને મોટો ફટકો પડ્યો છે. રોકાણકારોએ માત્ર 6 કંપનીઓના શેરમાં 1 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ બધી 6 કંપનીઓ નિફ્ટી-50 ઇન્ડેક્સનો ભાગ છે. આ કંપનીઓમાં ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ (TCS), ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાઇટન, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટ્રેંટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ બધી કંપનીઓની કુલ માર્કેટ કેપ 7 એપ્રિલે શરૂઆતી કલાકમાં 1 લાખ કરોડ રૂપિયાછી વધુ થઇ ગયું.

સૌથી મોટો ઘટાડો Trent માં, શેર 18% ઘટ્યો
ટ્રેંટ લિમિટેડના શેરમાં મહત્તમ 18% નો ઘટાડો જોવા મળ્યો. માર્ચ 2020 પછી આ સ્ટોકમાં એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરના બિઝનેસ અપડેટ એક દિવસ પહેલા જ જાહેર કર્યું હતું.ઝુડિયો નામથી સ્ટોર્સ ચલાવતી કંપનીએ જણાવ્યું હતું કે માર્ચ ક્વાર્ટરમાં તેની આવક વાર્ષિક ધોરણે 28 ટકા વધી છે અને સંપૂર્ણ નાણાકીય વર્ષ 2025 માટે વૃદ્ધિ 39 ટકા રહી છે. જોકે, કંપનીનું આ બિઝનેસ અપડેટ બજારની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું નથી અને આજે તેનું માર્કેટ કેપ 30,000 કરોડ રૂપિયાથી વધુ ઘટ્યું છે.

ટાટા મોટર્સને પણ પડ્યો મોટો ફટકો
બીજા ક્રમે સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સના શેરમાં જોવા મળ્યો, જે શરૂઆતના કારોબારમાં 10 ટકાથી વધુ ઘટીને રૂ. 530 પર આવી ગયો. આ તેનો 52 અઠવાડિયાનો નવો નીચો ભાવ છે. આનાથી કંપનીના માર્કેટ કેપમાં ₹20,000 કરોડથી વધુનો ઘટાડો થયો છે.આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ તેની સહયોગી કંપની જગુઆર લેન્ડ રોવર (JLR) દ્વારા લેવાયેલ નિર્ણય હતો. જગુઆર લેન્ડ રોવરે તેના વાહનોને અમેરિકા મોકલવાનું કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે. વાસ્તવમાં, અમેરિકાએ ઓટોમોબાઈલ આયાત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે, જેના કારણે જગુઆર લેન્ડ રોવરે આ નિર્ણય લેવો પડ્યો.

ટાટા સ્ટીલના શેરમાં પણ 11%નો ઘટાડો થયો
સોમવારે ટાટા સ્ટીલના શેરમાં પણ 11%નો ઘટાડો થયો હતો. કંપનીના શેરમાં આજે અનેક બ્લોક ડીલ પણ જોવા મળી હતી, જેમાં લગભગ 1.4 કરોડ શેરનું વ્યવહાર થયું હતું. આ કંપનીમાં લગભગ 0.1 ટકા હિસ્સાની સમકક્ષ છે અને તેનું બજાર મૂલ્ય રૂ. 183 કરોડ છે. જોકે, ખરીદનાર અને વેચનારની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જોકે, આ ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપમાં 20,000 કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો.

TCS ને ₹60,000 કરોડનું નુકસાન
સોમવારે ટાટા ગ્રુપની સૌથી મોટી કંપની અને આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટીસીએસના શેરમાં 5% થી વધુનો ઘટાડો થયો હતો. આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે કંપની આ અઠવાડિયે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો રજૂ કરવા જઈ રહી છે. અમેરિકામાં મંદીના ભયથી રોકાણકારો ગભરાઈ ગયા અને શેર 52 અઠવાડિયાના નવા નીચલા સ્તર રૂ. 3,056.05 પર પહોંચી ગયો. આજના ઘટાડાથી જ TCSના માર્કેટ કેપમાં ₹60,000 કરોડનો ઘટાડો થયો છે.

Titan અને Tata Consumer માં પણ તીવ્ર ઘટાડો
જોકે ટાઇટન અને ટાટા કન્ઝ્યુમરના શેરમાં એટલો મોટો ઘટાડો જોવા મળ્યો ન હતો, પરંતુ આ બંને કંપનીઓના બજાર મૂલ્યમાં સામૂહિક રીતે ₹10,000 કરોડથી વધુનો ઘટાડો થયો હતો. ટાઇટનના શેર ૩% ઘટ્યા હતા, જ્યારે ટાટા કન્ઝ્યુમરના શેર લગભગ ૨% ઘટ્યા હતા.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના ન્યુઝ અથવા પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) (edited)

Previous Article

ઉફ્ફ ! વ્હાઇટ ટૂંકા ટૂંકા ડ્રેસમાં શ્વેતા તિવારીની લાડલી દીકરીએ વરસાવ્યો કહેર, સિઝલિંગ લુક જોઇ વધી ચાહકોના દિલની ધડકન

Next Article

કળયુગી વહુની કરતૂત, સાસુને ઢસડીને માર્યો માર, ભાઈએ માર્યો પતિને માર, વીડિયો સામે આવતા લોકો લગાવી રહ્યા છે ફીટકાર

error: Protected Content!