BREAKING: ‘બેટમેન’ ફેમ એક્ટરનું 65 વર્ષની ઉંમરે નિધન, ચાહકો આઘાતમાં

હોલીવુડના દિગ્ગજ અભિનેતા વૈલ કિલ્મર વિશે દુઃખદ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. મંગળવારે 65 વર્ષની વયે તેમનું અવસાન થઇ ગયું. તેમણે લોસ એન્જલસમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ભીની આંખો સાથે વૈલ કિલ્મરને શ્રદ્ધાંજલિ આપી રહી છે. ચાહકો તેમના શાનદાર કાર્યને યાદ કરી રહ્યા છે.

ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, અભિનેતાની પુત્રીએ કહ્યું કે તેના પિતાના મૃત્યુનું કારણ ન્યુમોનિયા હતું. 1991ની ફિલ્મ ‘ધ ડોર્સ’માં જિમ મોરિસનના કિરદારે તેમને યુનિવર્સલ ઓળખ અપાવી હતી. તેમણે ‘બેટમેન ફોરેવર’માં બ્રુસ વેન અને બેટમેનની ભૂમિકા ભજવી હતી. ‘ટોપ ગન’ માં વિલન આઈસમેનની ભૂમિકા ભજવવા બદલ તેમણે ઘણી પ્રશંસા મેળવી હતી.

વૈલ કિલ્મરને 2014 માં ગળાના કેન્સરનું નિદાન થયું હતું. તેમની સારવાર વર્ષો સુધી ચાલી. આના કારણે તેમના અવાજ અને સ્વાસ્થ્ય પર ઘણી અસર પડી. છેલ્લા એક દાયકાથી, વૈલ કિલ્મર તેમના સ્વાસ્થ્યને લઈને હેડલાઇન્સમાં રહ્યા. 2021માં, તેમણે જાહેરાત કરી કે તેઓ કેન્સર મુક્ત છે. તેમના સમયમાં, તેમની ગણતરી હોલીવુડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાં થતી હતી.

તેમણે 1984માં ફિલ્મ ટોપ સિક્રેટથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ 2 વર્ષ પછી, તેમને ટોપ ગન ફિલ્મથી પ્રસિદ્ધિ મળી. વૈલ કિલ્મર ઘણી હોલીવુડ અભિનેત્રીઓને ડેટ કરી ચૂક્યા છે. 1988માં વૈલ કિલ્મરે એક્ટ્રેસ જોઆન વ્હોલી સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ફિલ્મ Willow (1988) ના સેટ પર થઈ હતી. તેમને બે બાળકો છે- એક પુત્રી અને એક પુત્ર.

Previous Article

ખુશસુરત ટીચરે સ્ટુન્ડટના પિતાને પ્રેમમાં ફસાવી પડાવ્યા પૈસા, 1 કિસ કરી માંગ્યા 50 હજાર, પૈસા ના આપતા વીડિયો વાયરલ કરવાની ધમકી

Next Article

બેટમેન ફેમ અને લેજેડરી એક્ટરનું થયું મોત, 65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, એક્ટરના નિધનથી હોલિવૂડમાં શોકનો માહોલ છવાયો

error: Protected Content!