સાંસદમાં ચાલી રહી હતી હેલ્થ પોલિસી પર ચર્ચા, ત્યારે જ મહિલા ન કરવાનું કામ કરતા પકડાઈ, જુઓ વીડિયો

સાંસદમાં દેશની સ્વાસ્થ્ય નીતિ પર ચર્ચા થઈ રહી હતી, જ્યાં લોકોના સ્વાસ્થ્યને સુધારવાના ઉપાયો પર ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન એક ચોંકાવનારી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું. હકીકતમાં, એક સાંસદ યુવતી કેમેરામાં વેપિંગ કરતા (ઇલેક્ટ્રોનિક સિગારેટ પીતા) પકડાઇ હતી.

આ તસવીર ઝડપથી વાયરલ થઈ ગઈ અને દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગઈ.આ ઘટના 17 ડિસેમ્બરે કોલંબિયાની સાંસદમાં બની હતી. રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન સંસદમાં સ્વાસ્થ્ય સુધારા પર ચર્ચા થઈ રહી હતી. ગ્રીન એલાયન્સ પાર્ટીના સાંસદ કેથી જુવિનાઓ સત્ર દરમિયાન કેમેરામાં વેપ પિતા (ઈલેક્ટ્રોનિક સિગારેટ) કેદ થઈ હતી.

આ વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.વીડિયોમાં જુવિનાઓને તેની સીટ પર છુપાઈને વેપિંગ કરતી જોઈ શકાય છે, અને જ્યારે તેણે કેમેરાની નોંધ લીધી, ત્યારે તે ઝડપથી તેના વેપને છુપાવી દે છે. આ ઘટના કોલંબિયામાં સરકારી ભવનમાં બની હતી, જ્યાં વેપિંગ અને ધૂમ્રપાન પર સખત પ્રતિબંધ છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જુવિનાઓએ ‘X’ પર માફી માંગી અને કહ્યું, ‘હું નાગરિકોની માફી માંગુ છું અને આ ભૂલનું પુનરાવર્તન નહીં થાય.

હું સાંસદમાં મારી દલીલો સાથે મજબૂતીથી લડતી રહીશ.આ ઘટના રાષ્ટ્રપતિ ઘુસ્તાવો પેટ્રો દ્વારા વેપિંગ ડિવાઈસને નિયંત્રિત કરવા માટેના કાયદાને લાગુ કર્યાના થોડા મહિના પછી બની છે અને તેના પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક તેને પ્રોટોકોલ ઉલ્લંઘન તરીકે ટીકા કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો જુવિનાઓની માફી અને સત્યના સ્વીકારની પ્રશંસા કરી રહ્યા છે.

Previous Article

18 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી છે અમીષા પટેલ ? મહિનાઓ પછી જગજાહેર થઇ રિલેશનની હકિકત

Next Article

અમરેલીમાં થયુ પ્લેન ક્રેશ, ખાનગી કંપનીનું મીની પ્લેન ક્રેશ થતા પાયલોટનું થયુ મોત, જાણો સમગ્ર ઘટના

error: Protected Content!