36 વર્ષની આ એક્ટ્રેસને બોયફ્રેન્ડે આપ્યો 3 વખત દગો, રંગે હાથ પકડ્યો…એ એક્ટ્રેસ જે કહે છે- હવે પ્રેમ નથી જોઇતો
એક એવી અભિનેત્રી જેણે ક્યારેક ‘નાગિન’ તરીકે તો ક્યારેક ‘મિસિસ પ્રમોદ કુમાર’ તરીકે લોકોના દિલ પર રાજ કર્યું. પણ આ 35 વર્ષની હસીનાનું પ્રેમ જીવન પણ એટલું જ પીડાદાયક હતું. જે વ્યક્તિ વારંવાર તેની સાથે લગ્ન કરવાનું વચન આપતો હતો તે જ તેને વારંવાર દગો આપતો. આ હસીીના બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ અદા ખાન છે. અદા ખાન મુંબઈની રહેવાસી છે. 2013 માં અદાની માતા પરવીન ખાનનું કેન્સરને કારણે અવસાન થયું.
અદાનો એક ભાઈ છે જેનું નામ ઇમરાન ખાન છે અને પિતાનું નામ કામ અબ્બાસ ખાન છે. અદાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલ તરીકે કરી હતી. શરૂઆતમાં, તેણે ઘણી જાહેરાતો કરી અને પછી 2009માં એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું. સોની ટીવી પર પ્રસારિત થતા શો ‘પાલમપુર એક્સપ્રેસ’થી ડેબ્યુ કરનાર અદા ખાન વર્ષ 2010માં ‘બહેનેં’માં જોવા મળી હતી. આ પછી તે ‘અમૃત મંથન’, ‘યે હૈ આશિકી’, ‘ક્રાઈમ પેટ્રોલ’, ‘કોડ રેડ’ અને ‘વેલકમ – બાઝી મેહમાન નવાજી કી’માં જોવા મળી હતી.
પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા એકતા કપૂરના સુપરનેચરલ શો ‘નાગિન’થી મળી. આ શોમાં અદા કાલી નાગિન શેષા તરીકે પ્રખ્યાત થઇ. આ શો ઉપરાંત તે ‘ખતરોં કે ખિલાડી’માં પણ જોવા મળી છે. અદાની કારકિર્દી જેટલી સારી રહી તેટલી જ પીડાદાયક તેની પ્રેમ કહાની રહી. અદા ખાન અને પ્રખ્યાત અભિનેતા અંકિત ગેરા પહેલી વાર એક પાર્ટીમાં મળ્યા હતા. બંનેને પાર્ટી કરવાનો ખૂબ શોખ હતો, તેથી તેઓ પાર્ટીઓમાં એકબીજાને મળવા લાગ્યા.
ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવ્યા અને આ મિત્રતા સંબંધમાં ફેરવાઈ ગઈ. બંને જાહેર સ્થળોએ પણ સાથે જોવા મળતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદા આ સંબંધને લઈને ખૂબ જ ગંભીર હતી અને અંકિત સાથે લગ્ન કરવા માંગતી હતી. આ દરમિયાન અંકિત ગેરાની તેની કો-એક્ટ્રેસ રૂપલ ત્યાગી સાથે વધતી નિકટતાના સમાચાર આવવા લાગ્યા. એક જૂના ઇન્ટરવ્યુમાં અદા ખાને તો ત્યાં સુધી કહ્યું હતું કે અંકિત ગેરાએ તેને ત્રણ વાર દગો આપ્યો હતો.
તેણે અંકિતને બીજા કોઈ સાથે રંગે હાથે પકડ્યો હતો. પરંતુ તેણે અંકિતને ત્રણેય વાર તક આપી અને એક ક્ષણ આવી જ્યારે અદાને તેના સંબંધનો અંત લાવવાની ફરજ પડી. અદાએ ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે આ બ્રેકઅપ પછી તેણે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પણ પછી તેણે પોતાની જાતને કાબૂમાં રાખી અને નવું જીવન શરૂ કર્યું.
રાજીવ ખંડેલવાલને આપેલા ઇન્ટરવ્યુમાં અદા ખાને ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યુ હતુ કે, અંકિતે તેને ત્રણ વાર છેતરી. તેણે પોતાના જીવનના 6 વર્ષ આ સંબંધને આપ્યા. પણ એક પછી એક તેને વિશ્વાસઘાતનો સામનો કરવો પડ્યો. વર્કફ્રન્ટની વાત કરીએ તો અદા છેલ્લે 2023માં ટેલિકાસ્ટ થયેલા શો ‘વાગલે કી દુનિયા – નઇ પેઠી નયે કિસ્સે’માં જોવા મળી હતી.