સાપ્તાહિક રાશિફળ:27 જુલાઈથી 2 ઓગસ્ટ, જાણો મેષથી લઇને મીન રાશિ સુધીનું આ અઠવાડિયું કેવું રહેશે!

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Weekly Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ થઈ શકે છે.

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ અઠવાડિયું કાર્યોમાં આવતી અડચણોને દૂર કરીને મનગમતી સફળતા અપાવનારું રહેશે. કરિયર અને વ્યવસાયમાં સાનુકૂળતા જળવાઈ રહેશે. કાર્યક્ષેત્રમાં સિનિયર અને જુનિયર બંનેનો ભરપૂર સહયોગ મળશે. સુખ-સુવિધાના સાધનો પ્રાપ્ત થશે. જમીન-મકાન સંબંધિત વિવાદો પરસ્પર સંમતિથી ઉકેલાશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોની લોકપ્રિયતા વધશે. સમાજ સેવા કરતા લોકોને સન્માનિત કરવામાં આવી શકે છે. મધ્ય સપ્તાહમાં પ્રવાસ કે મનોરંજન પાછળ ખર્ચ થઈ શકે છે. પરિવાર સાથે સમય ખુશીથી પસાર થશે. વ્યવસાયિક ડીલ સપ્તાહના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે. પ્રેમ સંબંધો ગાઢ બનશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે.

  • ઉપાય: દરરોજ દેવી દુર્ગાને લાલ પુષ્પ અર્પણ કરીને ચાલીસાનો પાઠ કરો.

2. વૃષભ – બ, વ, ઉ (Taurus): આ અઠવાડિયું મિશ્ર ફળદાયી રહેશે. કરિયર અને વ્યવસાયમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીયાત વર્ગે કામમાં બેદરકારી ટાળવી. કાર્યક્ષેત્રમાં નાની વાતોને મોટું સ્વરૂપ ન આપો અને ક્રોધ પર કાબૂ રાખો. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. સપ્તાહના મધ્યમાં કૌટુંબિક સુખમાં ઘટાડો થઈ શકે છે. ઘરેલુ વિવાદ અને પરિવારના સભ્યની ખરાબ તબિયત ચિંતા વધારશે. લોકો સાથે નમ્રતાથી વર્તવું. વેપારીઓ માટે પૂર્વાર્ધ મધ્યમ રહેશે પરંતુ ઉત્તરાર્ધમાં અચાનક મોટો લાભ થઈ શકે છે. જોકે, ખર્ચ વધવાથી આર્થિક સંતુલન જાળવવું મુશ્કેલ બનશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ટાળવી.

  • ઉપાય: દરરોજ રસોડામાં બનેલી પહેલી રોટલી ગાયને ખવડાવો અને શ્રીયંત્રની વિધિ-વિધાનથી પૂજા કરો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ અઠવાડિયું બંધ કિસ્મતના દરવાજા ખોલનારું રહેશે. રોજગારમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. નોકરીયાત લોકોને સપ્તાહના પૂર્વાર્ધમાં જ મોટી જવાબદારી કે પદ મળી શકે છે. મનગમતી જગ્યાએ બદલીની ઈચ્છા પૂરી થઈ શકે છે. વ્યવસાય માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વિદેશી વેપાર કરતા લોકો માટે સમય ઉત્તમ છે. નવપરિણીત યુગલોને સંતાન અંગે સારા સમાચાર મળી શકે છે. પૈતૃક સંપત્તિ મેળવવામાં આવતી અડચણો દૂર થશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં શુભચિંતકો સાથે સમય આનંદથી પસાર થશે. ધાર્મિક યાત્રાના યોગ છે. લવ પાર્ટનર સાથે સંબંધો મધુર રહેશે.

  • ઉપાય: દરરોજ ભગવાન શ્રી વિષ્ણુની પૂજામાં શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

4. કર્ક – ડ, હ (Cancer): આ અઠવાડિયું સરેરાશ ફળદાયી રહેશે. ધારેલા કાર્યો પૂરા કરવા માટે વધુ મહેનત અને પ્રયાસ કરવા પડશે. સપ્તાહના પૂર્વાર્ધમાં ઘરેલુ ખર્ચમાં વધારો થશે, તેથી બિનજરૂરી ખર્ચ ટાળીને આયોજનપૂર્વક ચાલવું. નવા પ્રોજેક્ટ અથવા કામની શરૂઆત માટે યોગ્ય સમયની રાહ જોવી વધુ સારી રહેશે. સપ્તાહના મધ્યમાં રોજગાર અર્થે લાંબી મુસાફરી કરવી પડી શકે છે, જે થકવનારી અને અપેક્ષા કરતા ઓછી ફળદાયી રહી શકે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. વડીલો અને શુભચિંતકોની સલાહની અવગણના ન કરવી. પ્રેમ પ્રસંગમાં સાવધાનીપૂર્વક આગળ વધો અને પાર્ટનરની લાગણીઓને માન આપો.

  • ઉપાય: દરરોજ પારદ શિવલિંગની પૂજા કરો અને શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ કરો.

5. સિંહ – મ, ટ (Leo): આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ શુભ રહેશે. સપ્તાહની શરૂઆતમાં સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે અને માનસિક ચિંતાઓ દૂર થશે. મિત્રોની મદદથી કામકાજમાં આવતી મુશ્કેલીઓ હલ થશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને સિનિયર્સ તમારા કામની પ્રશંસા કરશે. સપ્તાહના પૂર્વાર્ધમાં કરિયરમાં પ્રગતિથી સંતોષ મળશે. ઘરમાં કોઈ પ્રિય સભ્યના આગમનથી ખુશીનો માહોલ રહેશે. પિતા તરફથી વિશેષ સ્નેહ અને સમર્થન મળશે. ઉત્તરાર્ધમાં મહિલાઓની ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું, નહીંતર પેટની સમસ્યા થઈ શકે છે. પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા રહેશે અને સિંગલ લોકોના જીવનમાં નવા પાર્ટનરની એન્ટ્રી થઈ શકે છે.

  • ઉપાય: દરરોજ સૂર્ય દેવતાને જળ અર્પણ કરીને સૂર્યાષ્ટકનો પાઠ કરો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ સપ્તાહ થોડું ઉતાર-ચઢાવ વાળું રહેશે. કરિયર કે વ્યવસાયમાં દરેક પગલું ખૂબ જ સમજી-વિચારીને ભરવું. આવેશ કે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવો નહીં. સપ્તાહની શરૂઆતમાં ઘરેલુ કાર્યો પાછળ દોડધામ અને જમીન-મકાન, વાહન વગેરે પાછળ વધુ ખર્ચ થઈ શકે છે. સામે મીઠું બોલનારા અને પીઠ પાછળ નુકસાન કરનારા લોકોથી સાવધાન રહેવું. સપ્તાહના ઉત્તરાર્ધમાં ક્રોધ પર કાબૂ રાખી નમ્રતાથી વર્તશો તો ધારેલા કામ પૂરા થશે. કૌટુંબિક સુખમાં ઘટાડો થઈ શકે છે. પરિવારના સભ્ય સાથે વિવાદ થવાથી માનસિક તણાવ રહી શકે છે. વાહન સાવધાનીથી ચલાવવું.

  • ઉપાય: દરરોજ ભગવાન શ્રી ગણેશજીને દુર્વાની ગાંઠ અર્પણ કરીને શ્રી ગણપતિ સહસ્ત્રનામનો પાઠ કરો.

7. તુલા – ર, ત (Libra): આ અઠવાડિયું સામાન્ય ફળદાયી રહેશે. સુખ-સૌભાગ્યમાં થોડો ઘટાડો જોવા મળશે અને ધારેલા કાર્યોમાં વિલંબ થઈ શકે છે. સફળતા માટે સખત મહેનત કરવી પડશે. સપ્તાહના પૂર્વાર્ધમાં લાંબા અંતરની મુસાફરીના યોગ છે. જમીન-મકાન અને પારિવારિક વિવાદો ચિંતાનું કારણ બનશે. સપ્તાહનો મધ્ય ભાગ નોકરીયાત મહિલાઓ માટે થોડો મુશ્કેલ રહી શકે છે, કાર્યક્ષેત્ર અને ઘર વચ્ચે સંતુલન જાળવવામાં તકલીફ પડી શકે. અનિયમિત દિનચર્યા કે ખાવા-પીવાની બેદરકારી સ્વાસ્થ્ય બગાડી શકે છે. વ્યવસાયમાં કાગળિયા અને નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી. પ્રેમ સંબંધોમાં અહંકાર ટાળવો.

  • ઉપાય: દરરોજ સ્ફટિકના શિવલિંગની પૂજા કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ અઠવાડિયે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો ઉકેલ મળશે અને વ્યવસાયમાં થયેલા નુકસાનમાંથી બહાર આવવાની સારી તક મળશે. ઘર અને બહાર લોકોનો સહયોગ મળશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોનો પ્રભાવ વધશે. નોકરીયાત લોકોને મનગમતી જગ્યાએ બદલી મળી શકે છે. કાર્યક્ષેત્રની સમસ્યાઓ સિનિયરની મદદથી ઉકેલાઈ જશે. મધ્ય સપ્તાહમાં આકસ્મિક ધનલાભ થવાથી મન પ્રસન્ન રહેશે. બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત થશે જેનાથી માન-સન્માન વધશે. ધર્મ-કર્મમાં રુચિ વધશે. વ્યવસાયમાં કોઈ નવો કરાર કરશો તો લાભદાયી સાબિત થશે. વડીલોના આશીર્વાદ જળવાઈ રહેશે.

  • ઉપાય: દરરોજ હનુમાનજીની પૂજામાં સાત વાર ચાલીસાનો પાઠ કરો.

9. ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ અઠવાડિયું મિશ્ર ફળદાયી રહેશે. કરિયર અને વ્યવસાયમાં રાહત મળશે, પરંતુ પારિવારિક બાબતો ચિંતાનું કારણ બની શકે. સપ્તાહની શરૂઆતમાં પરિવારના સભ્યો સાથે વિવાદ થઈ શકે છે. લોકો સામે પોતાનો પક્ષ યોગ્ય રીતે રજૂ કરવો. ગુમરાહ કરનારા લોકોથી દૂર રહેવું. સપ્તાહના મધ્યમાં કરિયર સંબંધિત ચિંતા દૂર થતાં રાહત અનુભવશો. કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોનો સમયગાળો લંબાઈ શકે છે. વ્યવસાયમાં લાંબા સમયથી ચાલતી મંદી દૂર થશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં વ્યવસાયિક યાત્રાઓ લાભદાયી રહેશે. અટવાયેલા નાણાં પરત મળી શકે છે. લવ પાર્ટનરને મળવામાં મુશ્કેલી આવી શકે છે.

  • ઉપાય: દરરોજ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને નારાયણ કવચનો પાઠ કરો.

10. મકર – ખ, જ (Capricorn): આ અઠવાડિયું ઉતાર-ચઢાવવાળું રહેશે. કાર્યો ખૂબ જ સાવધાનીપૂર્વક કરવા. લોકો પ્રત્યે સકારાત્મક વલણ અપનાવવું અને નકારાત્મક લોકોથી અંતર જાળવવું. સપ્તાહના પૂર્વાર્ધમાં ધન, સ્વાસ્થ્ય અને સંબંધોનું ખાસ ધ્યાન રાખવું. ભાગીદારીના વ્યવસાયમાં બધું ભાગીદાર પર ન છોડી દેવું અને હિસાબ બરાબર રાખવો. નોકરીયાત વર્ગે કાર્યક્ષેત્રમાં કોઈની સાથે નકામી વાતો કરવાનું ટાળવું. ખરાબ આદતો છોડીને યોગ્ય સમયે યોગ્ય રીતે કામ કરશો તો આ અઠવાડિયું શુભ બની શકે છે. વૈવાહિક જીવનને સુખી બનાવવા માટે જીવનસાથીની ભાવનાઓને માન આપો.

  • ઉપાય: દરરોજ ભગવાન શિવને બિલીપત્ર અથવા શમીપત્ર અર્પણ કરીને પૂજા કરો તથા રુદ્રાષ્ટકનો પાઠ કરો.

11. કુંભ – ગ, શ, સ, ષ (Aquarius): આ અઠવાડિયું થોડું કઠિન રહી શકે છે. કેટલીક બાબતોમાં બાંધછોડ કરીને ધીમે-ધીમે આગળ વધવાનો પ્રયાસ ચાલુ રાખવો. આ અઠવાડિયે આત્મચિંતન કરવાની ખૂબ જરૂર છે. ધારેલા કાર્યો પૂરા કરવા માટે સામાન્ય કરતા વધુ મહેનત કરવી પડશે. સપ્તાહના પૂર્વાર્ધમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. મોટી જરૂરિયાત પૂરી કરવા માટે નાણાં ઉધાર પણ લેવા પડી શકે. આવક અને જાવક સમાન રહેવાથી જૂનું દેવું ચિંતા વધારશે. ઉત્તરાર્ધમાં ઋતુગત બીમારી કે ખોટા ખાનપાનને લીધે શારીરિક કષ્ટ થઈ શકે છે. વેપારીઓ અને નોકરીયાત લોકો માટે સમય મધ્યમ છે. પ્રેમ પ્રસંગમાં દેખાડો કરવાનું ટાળો.

  • ઉપાય: દરરોજ હનુમાનજીની પૂજામાં બજરંગ બાણનો પાઠ કરો.

12. મીન – દ, ચ, ઝ, થ (Pisces): આ અઠવાડિયે આળસ અને અભિમાનથી બચવાની જરૂર છે. કામમાં બેદરકારી દાખવીને તેને મુલતવી રાખવાનો પ્રયાસ કરશો તો હાથમાં આવેલી સફળતા અને આર્થિક લાભમાં ઘટાડો થઈ શકે છે. સપ્તાહની શરૂઆતમાં કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે બિનજરૂરી વિવાદ ટાળવો. લોકો સાથે હળીમળીને કામ કઢાવવું. શુભચિંતકોની સલાહ પર ગંભીરતાથી અમલ કરશો તો વધુ સફળતા મળશે. સપ્તાહનો મધ્ય ભાગ ધાર્મિક કાર્યોમાં પસાર થશે. તીર્થયાત્રાના યોગ છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને બજારમાં ફસાયેલા નાણાં પાછા મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. વિદ્યાર્થીઓએ ખરાબ સંગતથી દૂર રહી લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું.

  • ઉપાય: દરરોજ તુલસીજીની સેવા કરો તથા પૂજામાં નારાયણ કવચનો પાઠ કરો.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

સૂર્ય-ચંદ્રની અનોખી અદલાબદલી: આજથી બની રહ્યો છે અદ્ભુત ‘પરિવર્તન યોગ’, આ 4 રાશિઓ થશે માલામાલ!

error: Protected Content!