ગુજરાતી ફિલ્મ ‘જલેબી રોક્સ’ જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?

‘ભલે એક જ દિવસ બાકી હોય જિંદગીનો, પણ જીવી લેવું છે…’
ગુજરાતી ફિલ્મ ‘જલેબી રોક્સ’ આજે એટલે કે 27 જૂન રથયાત્રાના પાવન અવસર પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના ડિરેક્ટર ચિન્મય પી. પુરોહિત છે અને આ ફિલ્મમાં વંદના પાઠક, માનવ ગોહિલ, નિલેશ દિલીપરાય, માનસી રચ્છ અને ગૌરવ પાસવાલા સહિતના કલાકારો છે. ફિલ્મનું શૂટિંગ વડોદરા તેમપંજાબમાં કરવામાં આવ્યું છે.

ફિલ્મની કહાની
‘જલેબી રોક્સ’ની કહાનીના કેન્દ્રમાં છે વિદ્યા પાઠક (વંદના પાઠક)– 48 વર્ષીય સશક્ત સ્ત્રી, જે માને છે કે ઉંમર એ માત્ર આંકડો છે. જીવન જીવવાનો જઝ્બો અને સપનાઓ પૂરા કરવાની ઇચ્છા ક્યારેય નિવૃત્ત થતી નથી. વિદ્યા એ એક વિચારધારા છે – જે સમાજની મર્યાદાઓ વચ્ચે પોતાનું સ્થાને શોધે છે. ફિલ્મની કથા હળવી પણ ગહન છે.

અભિનય
વંદના પાઠકનો અભિનય ફિલ્મનું હ્રદય છે. તેમણે વિદ્યા તરીકે પોતાની ભૂમિકા સાથે એટલો જીવંતુ સંપર્ક બાંધ્યો છે કે દર્શકોના દિલમાં સીધું ઉતરી જાય. માનવ ગોહિલ પણ પોતાની ભૂમિકામાં ન્યાય આપતા જોવા મળે છે, જ્યારે નિલેશ દિલીપરાય ફિલ્મમાં વાતચીત અને સથવારો લઈને આવે છે. અન્ય કલાકારો ભાવિની જાની, મોરલી પટેલ અને હર્ષ ઉસદડીયા, જિયા ભટ્ટ, બંસી રાજપૂત અને કૌશાંબી ભટ્ટ પણ તેમની ભૂમિકાને ન્યાય આપે છે.

ભાવનાઓને અવાજ આપતું સંગીત
યાદગાર મેલોડીઝને અવાજ આપ્યો છે જાવેદ અલી અને મનહર ઉધાસે, જ્યારે સંગીત આપ્યું છે વિનય કાપડિયાએ. ફિલ્મનું ટીઝર 30 મે અને ટ્રેલર 10 જૂને રિલીઝ થયું હતું, જે બાદથી જ દર્શકોની ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી રહી હતી. વિનય કાપડિયાનું મ્યુઝિક ફિલ્મના મૂડને perfectly capture કરે છે.

દિગ્દર્શન અને સિનેમેટોગ્રાફી
અગાઉ ’ઑક્સિજન’ અને ’વારતહેવાર’ જેવી સુંદર ફિલ્મો ગુજરાતી સિનેમાને આપનાર દિગ્દર્શક ચિન્મય પુરોહિત ફરી એક નવી વાર્તા એટલે કે ’જલેબી રોક્સ’ લઈને આવ્યા છે. ચિન્મય પુરોહિતનું દિગ્દર્શન અને લેખન એકદમ અસરકારક છે. આ ફિલ્મનું શૂટિંગ ચંદીગઢ અને વડોદરામાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એ મહિલાઓએ જોવી ખૂબ જરૂરી છે, જેઓ બધુ જ ઘરમાં સારુ હોવા છત્તાં એકલાપણુ અનુભવે છે કે પછી 40 વર્ષની ઉંમર બાદ પણ કંઇક કરવા માગે છે.

Previous Article

છોકરાથી દૂરી બનાવી રહી હતી પરણિત અને બે બાળકોની માતા, મળવા માટે OYO હોટલ બોલાવી ને ખેલાયો ખૂની ખેલ- બે દિવસ પછી મળી લાશ

Next Article

એક્ટ્રેસ મોનાલિસાની લેટેસ્ટ તસવીરોએ વરસાવ્યો કહેર, ચાહકો થયા ફિદા, ઉપર તો ઢીલા ઢીલા કપડાં પહેર્યા, જુઓ

error: Protected Content!
Exit mobile version